loader

Breaking News


Home > Gujarat > પાટનગરનાં મુખ્યમાર્ગો પર વેપારીઓનો કબ્જો, તંત્રની બેદરકારી કે હપ્તાખોરી


Foto

પાટનગરનાં મુખ્યમાર્ગો પર વેપારીઓનો કબ્જો, તંત્રની બેદરકારી કે હપ્તાખોરી

Oct. 6, 2018, 12:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં તમામ હુકમો, નિયમો, આદેશો, ઠરાવો અહીંયાથી થતાં હોય છે. આ આદેશોનું પાલન ગુજરાતનું તમામ શહેરો, પાલિકાઓએ કરવાનું હોય છે ત્યારે સરકાર દ્વારા ઘણાં જ કડક નિયમો બનાવ્યા બાદ પણ નિયમોનાં અમલ કરવામાં આજે પણ ભારે ઉણપ છે અને રહી પણ ગઈ છે.



ગુજરાતનું પાટનગર એટલે જી.જે. ૧૮ જ્યાં તમામ ઉચ્ચ નેતાઓ, અધિકારીઓનું મુખ્ય મથક કહો કે એપી સેન્ટર, ત્યારે ગુજરાતનું પાટનગરમાં ટ્રાફિક પોલીસ હોય કે ગાંધીનગર મનપાને કોઈ વેપારી ગાંઠતું નથી કાં તો પછી હપ્તાખોરી હોવાનું લોકોનું મંતવ્ય છે. ત્યારે ગાંધીનગર મુખ્ય માર્ગો એવા ચ અને ઘ માર્ગ એવા મુખ્ય માર્ગો પર વાહનોની ટ્રોલી સાથે વેપારીઓએ અડીંગો જમાવી દીધો છે ત્યારે કોઈ કહેનાર ન હોય તેમ હવે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે આ વેપારીઓ પોલીસ કે મનપાનાં સ્ટાફનાં પણ થુલિયા ગણી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય માર્ગ એવા જ, ઘ અને ચ ઉપર અમદાવાદથી આવીને વેપારીઓ અડીંગો જમાવી દીધો છે જેમાં કેરી, ફ્રૂટ, ફળફળાદી, નાળીયેર જેવી ચીજવસ્તુઓ મુખ્યમાર્ગ ઉપર આખો દિવસ અડીંગો જમાવીને વેચવાનું અને ઘણાં વેપારીઓએ ચાર રસ્તનાં સર્કલ પાસે વળાંકમાં ધંધો ટ્રેક્ટર ટ્રોલી લઈને બેસી ગયા છે. ત્યારે આવન જાવન કરતાં વાહનોમાં એક્સિડેન્ટ થવાનો મોટો ભય રહેલો છે અને આવન જાવન કરતાં વાહન ચાલકો રોડ રસ્તા પર ઊભા રહીને ચીજવસ્તુઓ જોતાં રોડ પર વાહન નીકળવાની જગ્યા રહેતી નથી ત્યારે આવા તત્વો ને ગાંધીનગર મનપા દ્વારા અનેક વખત સૂચના આપવા છતાં પાલિકાને ગાંઠતા નથી ત્યારે શહેરનાં હાર્દ સમા મુખ્ય માર્ગો મનપાથી લઈને ટ્રાફિક પોલીસની હદમાં પણ આવે છે ત્યારે ઘ-૦, ચ-૦ નાં માર્ગ પાસે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે પણ આ વેપારીઓ ઘ-૨, ચ- ૨ થી લઈને ઘ-૬, ચ-૬ સુધી અડીંગો જમાવી દીધો છે.

જેના કારણે રોડ રસ્તા પર કરેલ વાહન પાર્કિંગથી અનેક આવન જાવન કરતાં વાહનોને ભારે તકલીફ પડી રહી છે. ત્યારે કોઈ જોનાર ન હોય અને કોઈ સાંભળનાર ન હોય તેમ હરભૂમિ બાલ ગોપાલ કી હોય તેમ વેપારીઓએ અડીંગો જમાવીને પોલીસને પણ ગાંઠતા નથી. નિયમોનુસાર પોલીસ તથા પાલિકા બંનેની જવાબદારી હોવા છતાં આ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે આ દબાણકારોને હટાવવા કોઈ જ પગલાં લેતી નથી. આજે પાટનગર લારી, ગલ્લા કરતાં રોડ રસ્તા પર ટ્રેક્ટરો ટ્રોલી લઈને આવતાં ધંધાર્થીઓનો જમાવડો વધારે થઈ ગયો છે. મુખ્ય માર્ગ પર ઊભી ટ્રોલી ટ્રેક્ટરો નંબર પ્લેટ કે ગાડીનાં કાગળો પણ હોતા નથી અને ઘણીવાર રાત્રે વાહનચાલકોને રોડ રસ્તા પર બેફામ અડીંગો જમાવી મુકેલા વાહનો પણ ન દેખાતા એક્સિડેન્ટ થવાનો ભય રહેલો છે. ત્યારે બેફામ બની ગમે ત્યાં વાહનો પાર્ક કરીને ધંધો કરતાં આ ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવા લોકોની માંગ ધીરે ધીરે ઊઠી રહી છે.