loader

Breaking News


Home > Gujarat > પ્રમોશનની લાલસામાં બોસ સાથે વન નાઇટ સ્ટેન્ડ માટે યુવકની પત્નિને ઓફર


Foto

પ્રમોશનની લાલસામાં બોસ સાથે વન નાઇટ સ્ટેન્ડ માટે યુવકની પત્નિને ઓફર

June 4, 2018, 1:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેના પતિએ પ્રમોશનની લાલસામાં બોસ સાથે સુવાની ઓફર કરી હતી. પત્નિ દ્વારા વન નાઇટ સ્ટેન્ડની ના પડાતા તેના પતિએ તેને ઢોર માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો.



નારણપુરામાં રહેતી ૩૪ વર્ષીય મહિલા બે બાળકો સાથે એક ફ્લેટમાં રહેતી હતી. તેનો પતિ એક કાર શોરૂમમાં નોકરી કરે છે. જ્યા બોસ દ્વારા પ્રમોશન જલ્દી આપવામાં આવે તે વિચાર સાથે તેણે પોતાની પત્નિને વન નાઇટ સ્ટેન્ડ માટેની ઓફર કરી હતી પરંતુ તેની પત્નિનાં ના પાડ્યા બાદ પોતાની બાજી હાથમાંથી જતા જોઇ તેણે તેની પત્નિને ઢોર માર માર્યો હતો. તેમના દાંપત્ય જીવનની શરૂઆત ૨૦૦૭માં થઇ હતી. જે દરમિયાન તેનો પતિ તેને જબરદસ્તી દારૂ અને સીગરેટ પીવડાવતો હતો. તેટલુ જ નહી મહિલાનાં કહેવા અનુસાર તેના પતિએ ઘણીવાર તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યુ છે. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસે ગુનો નોધતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.