loader

Breaking News


Home > Gujarat > વિધાનસભામાં બાળમજુરી અંગે પુછાયેલ સવાલમાં અધિકારીએ ઉડાવેલ ધજ્જિયા


Foto

વિધાનસભામાં બાળમજુરી અંગે પુછાયેલ સવાલમાં અધિકારીએ ઉડાવેલ ધજ્જિયા

March 6, 2018, 4:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં બાળ મજૂરીનો કાયદો ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવતો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. રાજ્યમાં લાખો બાળ મજુરો વિવિધ જગ્યાએ શિક્ષણ અને બાળપણનાં ભોગે મજુરી કરી રહ્યા છે. જો કે રાજ્ય સરકારને બાળ મજુરી અટકાવવી નાં હોય તે રીતે હાલ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વિધાનસભામાં પણ ધારાસભ્ય દ્વારા આ અંગે પ્રશ્ન પુછાતા ઉડાઉ જવાબો આપવામાં આવ્યાં હતા.

ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા દ્વારા બાળ મજુરો કાયદા અંતર્ગત આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યાં હતા. ધારાસભ્ય સી.જે ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ૩૧/૧૨/૨૦૧૭ ની સ્થિતિએ ગાંધીનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળ મજુર કાયદા ભંગની કેટલી ફરિયાદો મળી આવી જેના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૩ માં આવી એકપણ ફરિયાદ નોંધાઈ નથી જયારે ૨૦૧૭ માં કુલ ૨ ફરિયાદો મળેલ છે.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં પૂછયું હતું કે આ ફરિયાદો મળી તેમાં કેટલા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે મળેલ ફરિયાદો પૈકી સંસ્થામાં તપાસ કરતા કોઈ બાળ શ્રમિક કામે રોકાયેલ મળી આવ્યાં નથી જેથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે હકીકતમાં જોવા જઈએ તો ગાંધીનગર જીલ્લામાં હજારો બાળ શ્રમિકો કામ કરી રહ્યા છે જેને આ આંધળું તંત્ર જોઈ શકતું નથી. આ ઉપરાંત આ વિભાગના અધિકારી પણ ત્રણ ત્રણ પોસ્ટ પર ઇન્ચાર્જ હોવાને કારણે આ બાબતે કોઈ ખાસ ધ્યાન આપી શકતા નાં હોવાને કારણે આ પ્રકારના સવાલોમાં મંત્રી ભરાઈ પડયા હતા.