loader

Breaking News


Home > Gujarat > વારંવાર ડેબિટ કાર્ડ વાપરતા પહેલા વાંચો નહીતર મીનિટોમાં નાણાં વગરનાં નાથાલાલ થઇ જશો


Foto

વારંવાર ડેબિટ કાર્ડ વાપરતા પહેલા વાંચો નહીતર મીનિટોમાં નાણાં વગરનાં નાથાલાલ થઇ જશો

March 12, 2018, 9:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે આપણી દુનિયા ડિજિટલ યુગમાં પ્રવેશ કરી ચુકી છે. આ ડિજિટલ યુગમાં લોકોનાં ઘણા કામ સરળ બની ગયા છે. પહેલાનાં સમયમાં લોકોને પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડતુ હતુ, જ્યારે આજે તે કામ સરળ બની ગયુ છે. આજે તમે માત્ર એક કાર્ડની મદદથી તમારા બેંક એકાઉન્ટનાં નાણાં ઉપાડી શકો છો. જો કે આ તો વાત થઇ સુવિધાની પરંતુ તમે જાણો છો કે આ ડિજિટલ યુગમાં હવે ચોર પણ એડંવાન્સ થઇ ગયા છે. હવે આ ચોર ટેકનોલોજીનાં ઉપયોગથી તમારુ બેંક એકાઉન્ટ તળિયા ઝાટક કરી શકે છે. જો કે આ વાત થોડી વિચિત્ર લાગશે પરંતુ આ તદ્દન સાચી વાત છે.



અમદાવાદમાં બનેલા આ પ્રકારનાં બનાવોને ધ્યાને લઇને હવે પોલીસે પણ લોકોને સલાહ આપતા કહ્યુ કે કોઇ પણ જગ્યાએ તમારુ ડેબિટ કાર્ડ ઘસતા ચેતી જાઓ. હવે પ્રશ્ન એ થાય છે કે આ ચોર કેવી રીતે આ ચોરી કરે છે. જાણીને નવાઇ લાગશે કે આંતરરાષ્ટ્રીય ઓનલાઇન શોપીંગ સાઇટ પર આ પ્રકારનાં ચોર માટે એક સ્કીમર નામનું મશીન વેચાઇ રહ્યુ છે, જે તમારા ડેબિટ કાર્ડની તમામ માહિતી માત્ર એક જ સેકન્ડમાં કોપી કરી મોલમાં વેચાતા બ્લેન્ક સ્માર્ટ કાર્ડમાં ઇન્સ્ટોલ કરી આપે છે અને ગણતરીની મિનીટોમાં જ તૈયાર થઇ જાય છે ‘ક્લોન ડેબિટ કાર્ડ’. આ પ્રકારની ચોરીનાં કિસ્સા અમદાવાદમાં સામે આવતા પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઇ છે. અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં ડેબિટ કાર્ડ ક્લોન કરીને એટીએમમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાનાં બે કિસ્સાઓ સામે આવતા પોલીસે લોકોને સચેત કર્યા છે.

કેવી રીતે થાય છે ચોરી?

જ્યારે કોઇ ગ્રાહક હોટલ કે મોલમાં ખરીદેલા સામનનું બિલ ચુકવવા ડેબિટ કાર્ડ આપે છે ત્યારે ઠગનો ઇરાદો ધરાવતો કર્મચારી સ્વાઇપ મશીન ગ્રાહકને પાસવર્ડ નાંખવા થમાવી દે છે. આ ચોરીની શરૂઆત હવે થાય છે, જ્યારે ગ્રાહકને પાસવર્ડ નાંખવાનું કહેવામાં આવે છે ત્યારે ગ્રાહક પાસવર્ડ લખવામાં વ્યસ્ત રહે ત્યા ઠગ ડેબિટ કાર્ડ મુઠીમાં સમાઇ જાય તેટલા સ્કિમર મશીનમાં તમારુ ડેબિટ કાર્ડ સ્વાઇપ કરી લે છે. આ કરવાથી ડેબિટ કાર્ડનો તમામ ડેટા તે મશીનમાં કોપી થઇ જાય છે અને ગ્રાહકની જાણ બહાર જે તે જગ્યાની છત પર લાગેલા સીસીટીવીમાં પાસવર્ડ પણ રેકોર્ડ થઇ જાય છે. ત્યાર બાદ ગ્રાહકનાં તે જગ્યા છોડ્યા બાદ મોલમાં ગીફ્ટ કાર્ડ બનાવા માટે વપરાતા બ્લેન્ક સ્માર્ટ કાર્ડ ફરી સ્કિમર મશીનમાં સ્વાઇપ કરતા અગાઉનાં ગ્રાહકનાં ડેબિટ કાર્ડનો તમામ ડેટા તેમાં કોપી થઇ જાય છે. ડેબિટ કાર્ડનાં ડેટાને કોપી કર્યા બાદ ચોર બે થી ત્રણ મહિના બાદ ઉપયોગ કરે છે, આમ ગ્રાહક તે દરમિયાન ઘણી જગ્યાએ પોતાનું કાર્ડ સ્વાઇપ કરાવી ચુક્યો હોવાથી આ ચોરને પકડવુ ઘણુ મુશ્કિલ રહે છે. અમદાવાદ પોલીસનું કહેવુ છે કે, જે લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે તે લોકોએ આ વાતને ધ્યાને લેવી આવશ્યક છે. તમારી સાવચેતી તમને મોટુ નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.