loader

Breaking News


Home > Health > મહિનામાં એક વખત પાંપણોને અવશ્ય સાફ કરવું છે જરૂરી


Foto

મહિનામાં એક વખત પાંપણોને અવશ્ય સાફ કરવું છે જરૂરી

July 25, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુંદર આંખો હોય અને ભરાવદાર પાંપણો હોય તો ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે. તેના માટે મસ્કરાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમારી પાંપણોને સુંદર દેખાડી શકો છો, પણ હા તેની સાથે સાથે થોડીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખો.



તમારી પાંપણોને મહિનામાં એક વખત અવશ્ય સાફ કરો. જેનાથી જમા થયેલા પદાર્થ નીકળી જાય અને બ્રિસ્ટલ્સ પર બેક્ટેરિયા જામી ગયા હોય તો તે પણ દૂર થઈ જશે. તેને સાફ કરવા માટે વેસેલીન લગાવો અને બધા જ પદાર્થને ધીરેથી લૂછી લો. કેમ કે પાણી વડે મસ્કરા જરા પણ આમ તેમ ફેલાય તો તેને સાફ કરી શકાય. પાંપણો માટે મળતા લૈશ કન્ડિશનરનો ઉપયોગ પણ કરી શકો છો. આનાથી પાંપણો તૂટતી નથી અને મસ્કરા લગાવવામાં સરળતા પણ રહે છે. જો જરૂરી લાગતું હોય તો પાંપણો પર મસ્કરા લગાવ્યા પહેલા તેને કર્લ કરી લો. મસ્કરાનો એક કોટ લગાવ્યા બાદ તેને થોડીક વાર સૂકાવા દો અને પછી બીજા કોટ લગાવો તેનાથી તમારી પાંપણો વધારે ડાર્ક દેખાશે.