loader

Breaking News


Home > Gujarat > માણસામાં હાર્દિક પટેલનાં સમર્થનમાં યોજાયા પ્રતિક ઉપવાસ, લોકો મોટી સંખ્યામાં જોડાયા


Foto

માણસામાં હાર્દિક પટેલનાં સમર્થનમાં યોજાયા પ્રતિક ઉપવાસ, લોકો મોટી સંખ્યામાં જોડાયા

Aug. 29, 2018, 6:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, માણસા : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના ઉપવાસને ઠેર ઠેર ભારે સમર્થન મળી રહ્યો હોવાથી સરકાર ભીંસમાં મુકાઈ છે ત્યારે ઉપવાસના પ્રથમ દિવસથી જ પાટીદાર આગેવાનો અને સમાજના લોકોને હાર્દિક પટેલને મળવા જવા દેવાતા નથી. જોકે પાટીદાર સમાજ આનો પણ એક ઉકેલ શોધી કાઢ્યો છે સમગ્ર ગુજરાતમાં હવે નાના-મોટા ગામડાં અને શહેરોમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજાયા હતા જેમાં માણસા ના મુખ્ય કન્વીનર ધર્મેશ પટેલ, વિષ્ણુ પટેલ, રાજીવ પટેલ વગેરે જોડાયા હતા. આ પ્રતિક ઉપવાસમાં ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ પણ હાર્દિક પટેલના સમર્થનમાં જોડાઈ હતી. આમ માણસા માં યોજાયેલ પ્રતિક ઉપવાસમાં લોકોનું ભારે જનસમર્થન સાંપડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે લોકોને જવા દેવામાં નહી આવતા હાઇકોર્ટમાં એક રીટ કરવામાં આવી છે. આ ઉપરાંત હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, એનસીપીના નેતા પ્રફુલ પટેલ વગેરે પણ આવ્યાં છે.