loader

Breaking News


Home > Sports > IPLની જાણીતી એંકરને એક છોકરાએ ડિનર ડેટ માટે કહ્યુ, જવાબ સાંભળી દંગ રહી જશો


Foto

IPLની જાણીતી એંકરને એક છોકરાએ ડિનર ડેટ માટે કહ્યુ, જવાબ સાંભળી દંગ રહી જશો

April 10, 2018, 5:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : IPL સિઝન-11ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાની ફેવરેટ ટીમને સપોર્ટ કરતા દેખાઇ રહ્યા છે. જો કે IPL માત્ર ક્રિકેટ અને બોલ જ નહી પણ એક એંકરનાં કારણે પણ લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. IPLમાં એંકરીંગ કરતી મયંતી લૈંગરની સુંદરતાને જોઇ એક છોકરાએ તેને ડિનર ડેટ માટે પૂછી લીધુ. ત્યાર બાદ મયંતી લૈંગરનો જવાબ આવતા લોકો હૈરાન થઇ ગયા હતા.


મયંતી લૈંગર સ્પોર્ટ્સ વર્લ્ડની જાણીતી એંકર છે. તેટલું જ નહી પણ તે ટીમ ઈંડિયાનાં ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્નિ પણ છે. સયંતી પોતાની બેબાક એંકરીંગ અને સુંદરતાનાં કારણે ઘણી ચર્ચામાં રહે છે. તેની સુંદરતાને પસંદ કરનાર ફવાદ નામનાં એક છોકરાએ તેને ટ્વીટ કરતા લખ્યુ કે, જ્યારે હુ તમને જોવુ છુ, તો મને IPL સારુ નથી લાગતુ. તમે પરફેક્ટ છો, ક્લાસ અને પર્સનાલિટીનો જબરદસ્ત મેળ છો. કાશ હુ તે લાયક હોત કે તમને ડિનર પર લઇ જઇ શકતો. મારી પાસે તમને જણાવ્યા શબ્દો નથી કે તમે કેટલા સુંદર છો.

ફવાદનાં ટ્વીટ બાદ તેનો જવાબ આપતા મયંતીએ લખ્યુ કે, ધન્યવાદ, મારા પતિ અને મને તમારી સાથે આવવામાં ખુશી મળશે. મયંતીનાં આ જવાબ બાદ ફવાદનો આ ટ્વીટ વાયરલ થઇ ગયો અને તેના આ ટ્વીટને લોકોએ ખુબ મઝાક પણ ઉડાવી.