loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં ખેડૂતોની માઠી દશા, પાક નિષ્ફળ જતાં સાયલામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી


Foto

રાજ્યમાં ખેડૂતોની માઠી દશા, પાક નિષ્ફળ જતાં સાયલામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી

Nov. 29, 2018, 10:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરેન્દ્રનગર : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતા સાંગોઇ ગામના એક ખેડૂતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. સાયલા તાલુકામાં 15 દિવસ અગાઉ પણ એક ખેડૂતે પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી મુજબ સાયલા તાલુકાનાં સંગોઇ ગામના નિવાસી ખેડૂત મનસુખભાઇ કરશનભાઈએ બજારમાંથી દેવું કરી સાત વીઘા જમીનમાં પાક ઉગાડ્યો હતો પરંતુ ઓછા વરસાદ અને સિંચાઈની અન્ય સગવડ ના મળવાથી પાક નિષ્ફ્ળ ગયો હતો. લેણદારો પણ ઉઘરાણી કરવા માટે ઘરના ચક્કર લગાવવા લાગ્યા હતા જેનાથી તેઓ ઘણા પરેશાન હતા. ખેડૂતના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે બુધવારે સવારે પરિવારનાં બધા જ સભ્યો ખેતમજૂરી કરવા ગયા હતા ત્યારે મનસુખભાઈએ ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.