loader

Breaking News


Home > National > ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા એક લાખ કરોડ રૂપિયા ફાળવશે


Foto

ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા એક લાખ કરોડ રૂપિયા ફાળવશે

July 6, 2018, 4:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણને ૨૦૨૨ સુધી એક લાખ કરોડ મળે તેવી દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. હાયર એજ્યુકેશન ફાઈનાન્સ એજન્સી (એચઇએફએ)ના કેપિટલ બેઝને ૧૦૦૦૦ કરોડ કરી દેવાની દરખાસ્તને મંજુરી અપાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબત કરવા અને ૨૦૨૨ સુધી શિક્ષણમાં વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

૨૦૧૬-૧૭માં એચઇએફએનું મૂડી માળખું એક હજાર કરોડ રૂપિયા હતું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગઇકાલે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંસ્થાઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા ૨૦૨૨ સુધી ૧૦૦૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવનાર છે. કેન્દ્રીય કેબિનેટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે. હજુ સુધી એચઈએફએ ફંડિંગનો આંકડો ૨૦૧૬ કરોડ રૂપિયાને મંજુરી આપવામાં આવી છે. એચઇએફએ હેઠળ ફાઈનાન્સિંગ માટેના ધારાધોરણને પણ મંજુરી આપવામાં આવી છે.