loader

Breaking News


Home > National > કેરળમાં 10 લાખ લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા


Foto

કેરળમાં 10 લાખ લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા

Aug. 21, 2018, 5:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ : કેરળમાં વિનાશકારી પુર બાદ સ્થિતિમાં હવે સુધારો થઇ રહ્યો છે. કારણકે પુરના પાણી મોટા ભાગના વિસ્તારોમાં ઉતરી રહ્યા છે.વરસાદમાં પણ બ્રેકની સ્થિતિ મુકાયા બાદ બચાવ અને રાહત કામગીરી વધુને વધુ ઝડપી કરવામાં આવી રહી છે. સ્થિતિ માં સુધારો થયો હોવા છતાં હજુ પણ ૫૬૪૫ રાહત કેમ્પોમાં ૧૦ લાખ લોકો છે. તેમને જરૂરી સુવિધા અને સહાય આપવાની બાબત સરકાર માટે પડકારરૂપ છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે.

કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જાકે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર હોવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૨૦ ઉપર પહોંચી ગયો છે. માત્ર ૧૩ દિવસના ગાળામાં જ ૨૧૮ લોકોના મોત સાબિત કરે છે કે વિનાશક પુરની સ્થિતિ શુ છે. હજુ મોટી સંખ્યામાં લોકો લાપત્તા પણ થયેલા છે. ૫૬૪૫ રાહત કેમ્પમાં ૧૦ લાખ લોકોને રાખવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો માટે તમામ વ્યવસ્થા કરવાની બાબત પણ મુશ્કેલીરૂપ છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. ૧૦ હજાર કિલોમીટરના રસ્તા તુટી ગયા છે. સ્થિતિ માં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે.