loader

Breaking News


Home > National > વધુ એક લીન્ચિંગ : અલવરમાં ગૌ તસ્કરીનાં આરોપમાં એક વ્યક્તિની માર મારીને હત્યા


Foto

વધુ એક લીન્ચિંગ : અલવરમાં ગૌ તસ્કરીનાં આરોપમાં એક વ્યક્તિની માર મારીને હત્યા

July 21, 2018, 1:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અલવર : રાજસ્થાનનાં અલવરમાં ગૌ તસ્કરીનાં આરોપમાં એક વ્યક્તિની મારમારીને હત્યા કરી દેવા આવી હતી. ઘટના રામગઢ પોલીસ સ્ટેશનનાં લાલવંડી ગામની છે. મૃતકનું નામ અકબર ખાન છે અને તે હરિયાણાનાં કોલગાવનો રહેવાસી હતો. જાણકારી મુજબ મૃતક બે ગાયોને લઈને જઈ રહ્યો હતો.

પોલીસે લાશને શબગૃહમાં મુકાવી દીધી છે તેમજ આ મામલે પોલીસે ૨ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે પાછલા ઘણા સમયથી દેશનાં અલગ અલગ ભાગોમાંથી ટોળા દ્વારા માર મારીને હત્યા કરી દેવાના ઘણા કિસ્સા સામે આવ્યાં છે. હૈદરાબાદથી સાંસદ ઔવસીએ મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આર્ટીકલ ૨૧ મુજબ ગાયને જીવવાનો અધિકાર છે અને એક મુસ્લિમને મારી નાખવામાં આવે છે કેમ કે તેમની પાસે જીવનનો કોઈ મૌલિક અધિકાર નથી. મોદી સરકારનાં ચાર વર્ષ લિંચ વર્ષ બની ગયા છે.