loader

Breaking News


Home > Health > સ્ટ્રોકનાં સાત હુમલાઓ પૈકી એક ઉંઘમાં થાય છેઃ રિપોર્ટ


Foto

સ્ટ્રોકનાં સાત હુમલાઓ પૈકી એક ઉંઘમાં થાય છેઃ રિપોર્ટ

Sept. 12, 2018, 10:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સાત સ્ટ્રોક પૈકીનાં એક સ્ટ્રોકનો હુમલો ઉંઘમાં થઇ જાય છે. આ નવા અભ્યાસનાં તારણો ખુબ જ ચોકાવનારા છે. સ્ટ્રોકનાં પ્રાથમિક લક્ષણો જાણવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.



અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીનાં એક સભ્ય અને યુનિવર્સિટી ઓફ સિનસિનાટીનાં અભ્યાસનાં પ્રોફેસર જેસન મેકેએ કહ્યું છે કે, આ પ્રકારનાં સ્ટ્રોક માટેની એક પ્રકાર સારવાર પ્રથમ લક્ષણો દેખાયાનાં કલાકો બાદ જ આપવામાં આવે તે જરૂરી છે લક્ષણો જાણી શકાતા નથી. જેથી સારવાર લેવાની બાબત પણ મોડાથી શરૂ થાય છે. જેથી સ્ટ્રોકનાં હુમલાઓનાં લક્ષણો વધી જાય છે. સાથે સાથે આ બીમારી મજબુત રીતે વ્યક્તિની ધરી લે છે. ૧૮ વર્ષની વયમાં અને તેનાથી મોટી વયનાં લોકોમાં સ્ટ્રોકનાં તમામ કેસોમાં અભ્યાસ કર્યા બાદ સંશોધકોએ કહ્યું છે કે, હોસ્પિટલનાં ઇમરજન્સી વિભાગમાં આ કેસ પર નજર રાખવામાં આવી હતી. મોટા ભાગનાં સ્ટ્રોકનાં હુમલાઓ બ્રેનમાં લોહીનાં પ્રવાહ ઉપર બ્રેક આવવાનાં કારણે થાય છે. અભ્યાસમાં ૧૮૫૪ સ્ટ્રોક પૈકીનાં ૨૭૩ સ્ટ્રોકનાં હુમલાઓ અથવા તો ૧૪ ટકા સ્ટ્રકો વોકઅપ સ્ટ્રોક તરીકે હોય છે. વોકઅપ સ્ટ્રોકમાં વ્યક્તિ મજબુત લક્ષણોનાં કારણે જાગી જાય છે.