loader

Breaking News


Home > Health > એક પ્રજાતી જેનું લોહી ૧૦ લાખ રૂપિયા પ્રતિ લીટરઃ માનવ જીવન માટે અમૃત


Foto

એક પ્રજાતી જેનું લોહી ૧૦ લાખ રૂપિયા પ્રતિ લીટરઃ માનવ જીવન માટે અમૃત

Sept. 20, 2017, 4:33 p.m.
      Whatsapp   

દુનિયામાં એવી ઘણી ચીજો છે જેના વિશે આપણે આજે પણ જાણતા નથી. પાણીમાં રહેલી ઘણી પ્રજાતીઓ આજે પણ એક સંશોધનનો વિષય બની રહી છે. તેવી જ રીતે પાણીમાં મળી આવતો એક કીડો જેના લોહીમાં એટલી શક્તિ છે કે તેના લોહીને અમૃતથી ઓછો આંકી ન શકાય.

આ કીડો વૈજ્ઞાનિકો માટે પણ વિચારવાનો વિષય બન્યો છે. જો કે તબીબી વિજ્ઞાન પ્રમાણે પાણીમાં રહેનાર આ એક કરચલાની પ્રજાતી છે જેનું નામ હોર્સ-શૂ કૈબ છે. આ કરચલાનું લોહી વાદળી કલરનું હોય છે. આ કરચલાની ખાસિયત એ છે કે આના લોહીની કિંમત લગભગ ૧૦ લાખ રૂપિયા પ્રતિ લીટર છે. જો કે આ ખાસિયતના કારણે જ આ કરચલાને મારી નાખવામાં આવે છે. આ કરચલાની બનાવટ ઘોડાની નાળ જેવી હોય છે જેથી તેનું નામ હોર્સ શૂ કૈબ રાખવામાં આવ્યું છે.



આ કરચલાની પ્રજાતી લગભગ ૪૫ કરોડ વર્ષથી અસ્તિત્વમાં છે. કરોડો વર્ષ થયા બાદ પણ આના આકારમાં કોઇ ખાસ બદલાવ આવ્યો નથી. તબીબી વિજ્ઞાનમાં આ કરચલાનું લોહી તેની એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટી માટે વપરાય છે. આ કરચલાનો રંગ વાદળી હોય છે કારણ કે તેના લોહીમાં કોપર બેસ્ડ હીમોસાઇનિન છે, જે ઓક્સિજનને શરીરના પ્રત્યેક ભાગમાં લઇ જવા માટે મદદ કરે છે અને તેથી તેને અમૃત ગણવામાં આવે છે.

આ કરચલાના લોહીની મદદથી માણસનો જીવ બચાવી શકાય છે. આના લોહીને શરીરના અંદર દાખલ કરી હાની પહોચાડનાર બેક્ટેરિયાની ઓળખ કરી શકાય છે. આની મદદથી હાની પહોચાડનાર બેક્ટેરિયા વિશે ચોક્કસ અને સચોટ જાણકારી મેળવી શકાય છે. આ જીવના લોહીથી માણસને આપવામાં આવતી દવાઓના દુષ્પ્રભાવ વિશે જાણી શકાય છે. આ જોતા કહી શકાય કે આ કરચલાની પ્રજાતી માણસ માટે ફાયદાકારક રહી છે.

હાર્દિક શાહ