loader

Breaking News


Home > Bollywood > દિશા પટનીને મળી સલમાન અને રિતિક સાથે કામ કરવાની તક


Foto

દિશા પટનીને મળી સલમાન અને રિતિક સાથે કામ કરવાની તક

Oct. 15, 2018, 11:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : દિશા પટનીની લોકપ્રિયતા હાલમાં સતત વધી રહી છે. તેની બોલબાલા વધી રહી હોવાના પુરાવા એનાથી મળે છે કે તેને હવે એક ફિલ્મ રિતિક રોશન સાથે અને અન્ય એક ફિલ્મ સલમાન ખાન સાથે મળી ગઇ છે.



બાગી-૨ ફિલ્મને જોરદાર સફળતા બોક્સ ઓફિસ પર મળ્યા બાદ દિશા પાસે નવી નવી ઓફર આવી રહી છે. સલમાન ખાનની મોટી ફિલ્મ ભારતમાં પણ તેને મોટી ભૂમિકા મળી ગઇ છે. હવે નવા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો વધુ એક ફિલ્મ તેની પાસે આવી ગઇ છે. જેમાં તે અભિનેતા રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. એમ માનવામાં આવે છે કે વરૂણ ધવનનાં ભાઇ અને નિર્દેશક રોહિત ધવનની સાથે રિતિક રોશન એક ફિલ્મ કરી રહ્યો છે. જે હાલમાં પ્રી પ્રોડક્શન હેઠળ છે.

આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા પ્રોડ્યુસ કરનાર છે. તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં કોઇ પણ સમય રજૂ કરવામાં આવી શકે છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો રોહિત ધવન હાલમાં પટકથા પર કામ કરી રહ્યા છે. રિતિક રોશન સાથે વાતચીત ચાલી રહી છે. તેમને ફિલ્મની અભિનેત્રીની શોધ હતી. હવે આના માટે દિશાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે હાલમાં પેપર વર્કનુ કામ પૂર્ણ થયુ નથી.