loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા સામેનો વિરોધ તીવ્ર બન્યો, તેનાં પોસ્ટર સળગાવ્યાં, દેશદ્રોહી ગણાવી


Foto

પ્રિયંકા સામેનો વિરોધ તીવ્ર બન્યો, તેનાં પોસ્ટર સળગાવ્યાં, દેશદ્રોહી ગણાવી

June 13, 2018, 2 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:પ્રિયંકા ચોપરાની હોલીવુડ સીરીઝ "કોન્ટિકો"માં જયારથી ભારતીયોને આતંકીયો તરીકે દર્શાવામાં આવ્યાં ત્યારથી આ વિવાદ શમવાનું નાથ લેતું નથી પ્રિયંકાએ ટ્વિટ કરીને માફી માંગી છે ઉપરાંત સીરીઝનાં નિર્માતાએ પણ માફી માંગી લીધી છે છતાં આ વિવાદ શાંત થવાનું નામ નથી લેતો.ક્વોન્ટિકો સિરીઝમાં ભારતીયોને આતંકીઓ દર્શાવાય છે અને તેઓ અમેરિકાનાં મેન્હેટ્ટનમાં બૉમ્બ પ્લાન કરવાનો હોય અને પાકિસ્તાનને ફસાવીને અમેરિકા સાથેનાં તેનાં સંબંધો બગાડવાં ષડયંત્ર રચતાં બતાવવામાં આવ્યા છે. દિલ્હીમાં પ્રિયંકાના પોસ્ટર સળગાવવામાં આવ્યા છે અને તેનાં વિરુદ્ધ વિરોધ તીવ્ર બન્યું છે ખાસ કરીને જે દ્રશ્ય માટે વિરોધ થઈ રહ્યો છે તે દ્રશ્યમાં પ્રિયંકા આતંકીની ઓળખ છતી કરતાં કહેછે કે તેને ગળામાં રુદ્રાક્ષ પહેર્યો છે આ સીન ટેલિકાસ્ટ થતાં હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે તેવું ચિત્ર વિશ્વમાં ઉભું થયુ છે. તેને કારણે ભારતમાં કોન્ટિકો સિરીઝ અને પ્રિયંકા વિરુદ્ધ ભારે હોબાળો મચી ગયો છે અને હવે પ્રિયંકાને દેશદ્રોહ ગણીને બોલીવુડની ફિલ્મોમાંથી પણ બાદબાકી કરવાની માંગણી કરી છે.