loader

Breaking News


Home > Gujarat > ગીતાપુરનાં દલિત પરિવારોને સરકારની મદદ ન મળતા વિધાનસભામાં વિરોધ પ્રદર્શન


Foto

ગીતાપુરનાં દલિત પરિવારોને સરકારની મદદ ન મળતા વિધાનસભામાં વિરોધ પ્રદર્શન

Jan. 23, 2018, 7:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : આપણા દેશને આઝાદ થયે 70 વર્ષ થઇ ગયા છતા આજે પણ દલિતો પ્રત્યેનાં વિચારોમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળી રહ્યો નથી. જેનો દાખલો અમદાવાદ જિલ્લાનાં દેત્રોજ તાલુકાનાં ગીતાપુર ગામનાં દલિતો બન્યા છે. આજે પણ તેમને ગામમાં ઘર, પાણી અને વીજળીથી વંચીત રાખવામાં આવી રહ્યા છે. આજે આઝાદીનાં 70 વર્ષ બાદ પણ દલિતોને ગીતાપુર ગામમાં ન રહેવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે અને તંત્ર પણ જાણે કે ઉજડિયાતો માટે જ હોય તેમ વર્તન કરી રહ્યું છે.



બે દિવસ પહેલા જીગ્નેશ મેવાણીએ અમદાવાદ જિલ્લાનાં દેત્રોજ તાલુકાનાં ગીતાપુર ગામનાં દલિતો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે દલિતોની વ્યથા સાંભળી હતી. જીગ્નેશે દલિત પરિવારોને આશ્વાસન આપતા કહ્યુ હતુ કે તમને થઇ રહેલ તકલીફોનો જવાબ વિધાનસભામાં માંગીશ. દલિતોને આજે પણ ગામમાં ઘર, પાણી અને વીજળી મળી રહ્યા નથી. બીજી તરફ ગામનાં સરપંચે ગામની ગામતાળની જમીન તેને વારસામાં મળી હોય તેમ દલિતોને જમીન ફાળવવાની ઘસીને ના પાડી દીધી હતી.

આજે વિધાનસભામાં ગુજરાતનાં ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગીતાપુરનાં પીડિત દલિત પરિવારોએ વિધાનસભા આગળ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. દલિત પરિવારો પ્રત્યે ભાજપ સરકારે અન્યાયી નીતિ અખત્યાર કરતા વિધાનસભા આગળ વિરોધ પ્રદર્શન કરી રહેલા દલિત પરિવાર અને જીગ્નેશ મેવાણીનાં કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.