loader

Breaking News


Home > Gujarat > માલધારી સમાજ દ્વારા ગૌરક્ષકની હત્યા સંદર્ભે આજરોજ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન


Foto

માલધારી સમાજ દ્વારા ગૌરક્ષકની હત્યા સંદર્ભે આજરોજ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન

Aug. 9, 2018, 11:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર ખાતેનાં સત્યાગ્રહ છાવણી ખાતે આજરોજ માલધારી સંગઠન ગાંધીનગર દ્વારા માલધારી સમાજનાં સપુત અને ગૌરક્ષક સ્વ.અમર રાજુભાઇ ખેરપુરને ન્યાય અપાવવા સમસ્ત માલધારી સમાજ આજ રોજ ગાંધીનગર ખાતે ઉતરીને મુખ્યમંત્રીથી લઇને કલેક્ટરને આવેદનપત્ર આપશે, ત્યારે કાળીપટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કરવા ઠેર ઠેર દરેક જિલ્લાઓમાં માલધારીઓ દ્વારા હત્યારાઓને કડક સજા મળે તે હેતુથી ભારેમય વિરોધ વંટોળ ઉમટ્યો છે. ત્યારે માલધારી સમાજનાં નેજા હેઠળ મોટી સંખ્યામાં માલધારીઓ આજ રોજ વિરોધ કરવા અને ન્યાય મેળવવા ઉપવાસ છાવણી પર બેઠા હતા. આ પ્રસંગે જીતુભાઇ રાયકા, ભાવેશ દેસાઇ, તેજાભાઇ દેસાઇથી લઇને મોટી સંખ્યામાં ગૌરક્ષકો એવા માલધારી સમાજ જોડાયું હતુ.