loader

Breaking News


Home > Bollywood > સ્ટાર સિસ્ટમનાં કારણે બોલિવુડમાં કોઇ અન્ય ટકી શકતા નથી : રિચા ચડ્ડા


Foto

સ્ટાર સિસ્ટમનાં કારણે બોલિવુડમાં કોઇ અન્ય ટકી શકતા નથી : રિચા ચડ્ડા

Sept. 14, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : બોલિવુડમાં પોતાની એક્ટિંગનાં કારણે અને પોતાની કુશળતાથી ધીમે ધીમે આગેકુચ કરી રહેલી અભિનેત્રી રિચા ચડ્ડાંએ એમ કહીને તમામને નારાજ કરી દીધા છે કે બોલિવુડમાં બહારની વ્યક્તિને ટકવાની બાબત ખુબ જ પડકારરૂપ છે. બહારનાં લોકોને સફળતા મળી શકે નહી.



બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી રહેલી રિચા ચડ્ડાએ કહ્યુ છે કે બહારનાં લોકોને ખુબ હેરાનગતિ રહે છે. કારણ કે બોલિવુડમાં પહેલાથી જ સ્ટાર સિસ્ટમ સક્રિય છે. સ્ટાર કલાકારો તેમના પરિવારનાં સભ્યોને પ્રાથમિકતા આપતા રહે છે. આવી સ્થિતીમાં ભહારનાં લોકોને વહેલી તકે સફળતા મળી નથી. રિચાનાં નિવેદનથી મોટા ભાગનાં કલાકારો સહમત નથી. પરંતુ આ બાબત યોગ્ય સાબિત થઇ ચુકી છે. બોલિવુડમાં મોટા ભાગેન કોઇ કનેક્શન ટોપ હસ્તી સાથે ધરાવતી નથી તે ફ્લોપ છે. તે બાબત સાબિત થઇ ચુકી છે. તેનુ કહેવુ છે કે હવે થોડાક પ્રમાણમાં સમય બદલાઇ રહ્યો છે. કુશળતા ધરાવનાર લોકો આગળ આવી રહ્યા છે.