loader

Breaking News


Home > National > અમારી લડાઈ ફક્ત ભાજપ સાથે જ છે, અખિલેશ યાદવે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન


Foto

અમારી લડાઈ ફક્ત ભાજપ સાથે જ છે, અખિલેશ યાદવે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Oct. 27, 2018, 4:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે કહ્યું હતું કે, તેમની લડાઈ માત્ર ભાજપ સાથે છે. તેમની કોઇ અન્ય ટીમ સાથે કોઇ લડાઈ નથી. પોતાના કાકા શિવપાલ સિંહ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાને પરોક્ષરીતે ભારતીય જનતા પાર્ટીની સાથી ટીમ તરીકે ગણાવીને પ્રહાર કર્યા હતા. શિવપાલસિંહ સામે કોઇ કાયદાકીય કાર્યવાહી કરશે કે કેમ તે અંગે પુછવામાં આવતા અખિલેશે કહ્યું હતું કે, કાકા શિવપાલની પાર્ટી પરોક્ષરીતે ભાજપની મદદ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, એસકેની લડાઈ માત્ર ભાજપ સામે છે. કોઇપણ એબીસીડી પાર્ટી સાથે લડાઈ નથી.

સમાજવાદી પાર્ટી શિવપાલની વિધાનસભાની મેમ્બરશીપ રદ કરાવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અખિલેશે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી આવા કોઇ કામ કરશે નહીં. જેના કારણે પાર્ટીના કોઇ નેતાને અન્યાય થશે. અખિલેશના સપા અધ્યક્ષ બન્યા બાદ શિવપાલસિંહ ખુબ જ ફેંકાઈ ગયા હતા. આખરે ૨૯મી ઓગસ્ટના દિવસે શિવાપાલે સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી હતી. ચૂંટણી પંચે નોંધણી કર્યા બાદ આ પાર્ટીનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા થઇ ગયું હતુ.