loader

Breaking News


Home > National > વર્ષ 2022 સુધી દરેકને ઘર આપવાનું અમારું લક્ષ્ય : નરેન્દ્ર મોદી


Foto

વર્ષ 2022 સુધી દરેકને ઘર આપવાનું અમારું લક્ષ્ય : નરેન્દ્ર મોદી

June 5, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી પોતાની સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે નમો એપ ના માધ્યમથી ચર્ચા કરી રહયા છે. આજે તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય 2022 સુધી દરેકને પોતાનું ઘર આપવાનું છે અને જે તમારું સ્વપ્ન છે તે મારુ પણ સ્વપ્ન છે.

વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય છે કે ગામડાઓમાં ત્રણ કરોડ અને શહેરોમાં એક કરોડ નવા ઘર બનાવવામાં આવે. તેઓએ કહ્યું હતું કે જયારે એક વ્યક્તિને તેનું ઘર મળે છે ત્યારે ખુબ ખુશી અનુભવતો હોય છે. સરકાર નવી ટેક્નિક સાથે ઘરોનું નિર્માણ કરી રહી છે જેનાથી ઓછા બજેટમાં સારું અને સુરક્ષિત ઘર લોકોને મળી રહે.