loader

Breaking News


Home > National > ઔવેસીએ ત્રિપલ તલાક મુદ્દે ફરી છેડ્યો રાગ, વટહુકમ પાંછો ખેચવા કરી માંગ


Foto

ઔવેસીએ ત્રિપલ તલાક મુદ્દે ફરી છેડ્યો રાગ, વટહુકમ પાંછો ખેચવા કરી માંગ

Sept. 29, 2018, 10:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એડલ્ટરી કાયદા ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમનાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ ત્રિપલ તલાક પર લાવવામાં આવેલા વટહુકમને પરત ખેંચી લેવાની માંગ કરી હતી.



ટ્‌વીટ કરતા ઔવેસીએ કહ્યું હતું કે, મોદી સરકાર સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી બોધપાઠ લઇને ત્રિપલ તલાક ઉપર પોતાના ગેરબંધારણીય વટહુકમને પરત લેશે. સુપ્રીમ કોર્ટે ગઇ કાલે એડલ્ટરીને અપરાધની હદમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે એડલ્ટરી અથવા તો વ્યાભિચાર મામલામાં આઈપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય ગણાવી હતી. ત્યારબાદ ઓવૈસીએ કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા નથી જ્યારે કોર્ટે ૩૭૭ અથવા તો ૪૯૭ને ગેરબંધારણીય ગણાવી છે.

ઓવૈસીએ કહ્યું છે કે, મોદી સરકાર આ નિર્ણયથી બોધપાઠ લઇને આગળ વધે તે જરૂરી છે. ત્રિપલ તલાક ઉપર પોતાના ગેરબંધારણીય વટહુકમને પરત લે તેવી ઓવૈસીએ માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, તેમના અભિપ્રાય મુજબ ત્રિપલ તલાકનાં વટહુકમને કોર્ટમાં પડકાર ફેંકી શકાય છે કારણ કે તે એક ફ્રોડ તરીકે છે. વટહુકમનાં પ્રથમ પેજમાં સરકાર કહે છે કે, સુપ્રીમ કોર્ટે આને ગેરબંધારણીય ગણાવ્યો છે.