loader

Breaking News


Home > National > ઓવૈસીનો મોદી સરકારને પડકાર, રામ મંદિર પ્રશ્ને વટહુકમ લાવી બતાવે સરકાર


Foto

ઓવૈસીનો મોદી સરકારને પડકાર, રામ મંદિર પ્રશ્ને વટહુકમ લાવી બતાવે સરકાર

Oct. 31, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અયોધ્યા વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવ્યા બાદ એઆઈએમઆઈએમનાં પ્રધાન અસસુદ્દીન ઓવૈસીએ આ મામલે વટહુકમ લાવવા માટે કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, દેશ બંધારણ હેઠળ ચાલશે, જો ૫૬ ઇંચની છાતી છે તો વટહુકમ લાવીને બતાવે સરકાર.



ઓવૈસીએ કહ્યું હતું કે, વટહુકમનાં નામ ઉપર કોને ભયભીત કરી રહ્યા છો. વટહુકમ લાવવામાં આવશે તો નવી ફટકાર પડશે. આ મુદ્દાને હિંન્દુ અને મુસ્લિમ તરીકે ન બનાવવા માટે ઓવૈસીએ વાત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસે સુનાવણી ટળી ગયા બાદ આ મામલે સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે, દરેક પાંચ વર્ષમાં ચુંટણી પહેલા ભાજપ રામ મંદિરનાં મુદ્દા ઉપર ધ્રુવીકરણ કરવાના પ્રયાસ કરે છે. આ મુદ્દો હવે કોર્ટની સામે આવી ગયો છે. તમામને કોર્ટનાં ચુકાદાનો ઇંતજાર કરવો જોઇએ. તેઓ બિનજરૂરી રીતે આમા કુદવા માંગતા નથી. રામ મંદિર ઉપર વટહુકમ લાવવાના પ્રશ્નનાં જવાબમાં ચિદમ્બરમે કહ્યું હતું કે, આના ઉપર વડાપ્રધાન મોદીએ જવાબ આપવો પડશે.