loader

Breaking News


Home > National > પી.ચીદમ્બરમ અને રાહુલ ગાંધીએ રાફેલ કરાર મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રાહોર


Foto

પી.ચીદમ્બરમ અને રાહુલ ગાંધીએ રાફેલ કરાર મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રાહોર

Sept. 22, 2018, 12:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ મુદ્દે મોદી સરકાર પર ચારે તરફથી પ્રહારો થઇ રહ્યા છે, ત્યારે હવે પૂર્વ નાંણા પ્રધાન પી.ચીદમ્બરમે પણ મોદી સરકાર પર આકરા સવાલો કર્યા છે. શુક્રવારે ફ્રાંસનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનાં ખુલાસા બાદ જેમા તેમણે કહ્યુ છે કે, રાફેલ ડીલ માટે ભારત સરકાર તરફથી અનિલ અંબાણીની રિલાયંસનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યુ હતુ અને દસોલ્ટ એવિએશન કંપની પાસે કોઇ અન્ય વિકલ્પ નહતો. આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા પી.ચીદમ્બરમે મોદી સરકાર પર સવાલો શરૂ કરી દીધા છે.



કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચીદમ્બરમે રાફેલ મુદ્દે સવાલો કરતા કહ્યુ કે, હવે ફરી રાફેલ કરારને લઇને રક્ષા મંત્રી સવાલોમાં આવી ગયા છે. તેમણે કહ્યુ કે, આ કરારમાં અમને માત્ર જુઠ જ દેખાઇ રહ્યુ છે. જોવાનું રહેશે કે ફ્રાંસનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનાં આ ખુલાસા બાદ મોદી સરકાર નવા કયા જુઠને દેશની સામે લાવે છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટી મોદી સરકારને રાફેલ કરાર મુદ્દે ઘેરી રહી છે. ત્યારે ફ્રાંસનાં પૂર્વ રાષ્ટ્રપતિનાં અચાનક આવેલા નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને વધુને વધુ ઉછાળી મોદી સરકારને બેકફૂટમાં લાવવાનો પૂરો પ્રયત્ન કરશે. રાફેલ કરાર મુદ્દે તત્કાલીન ફ્રાંન્સીસ રાષ્ટ્રપતિ અને તાજેતરની સરકારનાં નિવેદન બિલ્કુલ અલગ આવી રહ્યા છે. જેને લઇને હવે કોંગ્રેસ મોદી સરકાર પર હાવી થઇ રહી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ કરાર મુદ્દે કહ્યુ કે, બંધ દરવાઝાની પાછળ આ રાફેલ ડીલને બદલવામાં આવી છે. રાહુલે વધુમાં કહ્યુ કે, પીએમ મોદીએ બંધ બારણે આ ડીલ કરી દેશની ભોળી જનતા સાથે છેતરપિંડી કરી છે.