loader

Breaking News


Home > Gujarat > પદ્માવત ફિલ્મનાં વિરોધમાં બાઇક સળગાવનારા પોલીસનાં હથ્થે ચડ્યા, પછી શું થયો હાલ વાંચો


Foto

પદ્માવત ફિલ્મનાં વિરોધમાં બાઇક સળગાવનારા પોલીસનાં હથ્થે ચડ્યા, પછી શું થયો હાલ વાંચો

Jan. 29, 2018, 8:13 p.m.
      Whatsapp   

માવનમિત્ર, ગુજરાત : પદ્માવત ફિલ્મને લઇને છેલ્લા ઘણા સમયથી દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ ફિલ્મનો વિરોધ કેટલો ખતરનાક હતો તેનું ઉદાહરણ... થોડા દિવસો પહેલા એક બાળકોથી ભરેલી સ્કુલ બસ પર કરવામાં આવેલ હુમલા પરથી વિચારી શકાય છે. જો કે તેટલુ જ નહી ગુજરાતમાં તો આ તોફાની તત્વોએ નિર્દોશ લોકોની બાઇકો સળગાવી અને શહેરનાં ઘણા મોલમાં તોડફોડ કરી હતી.







એક ફિલ્મને લઇને વિરોધ કરી રહેલા લોકોએ માણસાઇ ભુલી બેકસુર લોકોને હેરાન પરેશાન કરી દીધા હતા. રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલી હાજીડેમ ચોકડી પર ફિલ્મનો વિરોધ કરી રહેલા અમુક તત્વોએ બાઇક સહિત અનેક વાહનોને આગ ચાપી દીધી હતી. જો કે રાજકોટ પોલીસે આ લોકોને પકડી પાડ્યા હતા અને સ્થાનિકોની સામે માફી મંગાવી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ જે લોકોનાં વાહનોને સળગાવવામાં આવ્યા છે તે લોકો ખુબ જ રોષે ભરાયા હતા અને આવા ગુંડા તત્વોને ભારે સજા કરાવા માટે પોલીસને જણાવ્યું હતુ.