loader

Breaking News


Home > Gujarat > પદ્માવત રિલીઝ થયા પહેલા મોલ-મલ્ટીપ્લેક્સ આગળ પાર્ક થયેલાં નિર્દોશ નાગરિકોનાં વાહનોને આગચંપી


Foto

પદ્માવત રિલીઝ થયા પહેલા મોલ-મલ્ટીપ્લેક્સ આગળ પાર્ક થયેલાં નિર્દોશ નાગરિકોનાં વાહનોને આગચંપી

Jan. 23, 2018, 11:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ હવે ફિલ્મ પદ્માવત ગુજરાતમાં પણ રિલીઝ થવાની છે. જો કે હજી ફિલ્મ રિલીઝ થઇ નથી તે પહેલા ગુજરાતમાં અમુક અસામાજીક તત્વો દ્વારા મલ્ટીપ્લેક્સોમાં તોડફોડ અને ખુલેઆમ ગુંડાગર્દી થઇ રહી છે. ગુજરાત સરકારે મલ્ટીપ્લેક્સોને સુરક્ષા આપવાના દાવા કર્યા હતા પરંતુ આજે થયેલ તોફાનને જોયા બાદ તે તદ્દન પોકળ સાબિત થયા છે. આજે અમદાવાદ ખાતે હિમાલયા, એક્રોપોલીસ, આલ્ફાવન મોલમાં તોડફોડ તેમજ નિર્દોશ નાગરિકોનાં વાહનોમાં આગ ચાંપવામાં આવી છે.



અમદાવાદમાં બેકાબુ બની રહેલી સ્થિતિને ધ્યાનમાં લઇને અલ્ફાવન મોલ પોલીસ દ્વારા બંધ કરાવાયો છે. અમદાવાદનાં દરેક મોલ અને સિનેમાઘરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો છે. જો કે પદ્માવત ફિલ્મ હજુ રિલીઝ પણ થઇ નથી તે પહેલા આ પ્રકારનું વિરોધ પ્રદર્શન શંકા ઉપજાવે તેવું છે. આજે અમદાવાદનાં ઘણા મોલમાં અને સિનેમાઘરોમાં આવી રહેલા દર્શકોનાં વાહનોને આગ ચાંપવામા આવી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ ફિલ્મનાં વિરોધમાં હવે અસામાજીક તત્વો પણ બહાર આવી ગયા છે અને વિરોધ પ્રદર્શન સાથે નિર્દોશ લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

બેકાબુ બનેલા અસામાજીક તત્વો દ્વારા અમદાવાદમાં જેટલા પણ મોલમાં તોફાન તેમજ વાહનોને નુકશાન કરવામાં આવેલ છે તે એક જ પ્રકારની પેટર્નથી કરવામાં આવેલ છે, જેથી પોલીસે પણ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.