loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહી થાયઃ વિજય રૂપાણી


Foto

ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહી થાયઃ વિજય રૂપાણી

Jan. 12, 2018, 6:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : છેલ્લા ઘણા સમયથી પદ્માવતી ફિલ્મને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં BAN કરી દીધી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ જાણકારી મીડિયા સમક્ષ આપી હતી.



સંજયલીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીને ગુજરાતમાં રિલીઝ નહી કરવામાં આવે. આ જાણકારી આપતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, અમે આ અંગે પહેલા પણ કહ્યુ હતુ અને ગુજરાતે ઓર્ડર કર્યો છે કે ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહી થાય. આ પહેલા પણ અમે નિર્ણય લીધો હતો તે જ અમે આગળ વધારીશું અને જ્યારે સરકાર કોઇ નવો નિર્ણય લેશે તો તેમાં બદલાવ કરીશું. હાલમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ફિલ્મને ગુજરાતમાં BAN કરવામા આવી છે.