loader

Breaking News


Home > Sports > એશિયા કપમાં પાકિસ્તાનની ભારત સામે બીજી હાર, રોહિત અને શિખરે બનાવ્યા શતક


Foto

એશિયા કપમાં પાકિસ્તાનની ભારત સામે બીજી હાર, રોહિત અને શિખરે બનાવ્યા શતક

Sept. 24, 2018, 11:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એશિયા કપમાં પાકિસ્તાનને ફરી ભારત સામે કરારી હાર મળી છે. પાકિસ્તાને પ્રથમ બેટીંગ કરતા ભારતને 238 રનનો લક્ષ્ય આપ્યો હતો, આ લક્ષ્યને મેળવવા ભારતનાં ઓપનર બેટ્સમેનો શિખર ધવન અને રોહિત શર્માએ આસાનીથી પ્રાપ્ત કર્યો હતો. મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને શતક ઠોંકી ભારતની જીતને આસાન બનાવી દીધી હતી.



એશિયા કપ 2018ની સુપર ફોરમાં ગઇ કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી, જેમાં ભારતે ધમાકેદાર પ્રદર્શન કરતા પાકિસ્તનને 9 વિકેટે હરાવી એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. મેચમાં 238 રનનાં લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની ઓપનર જોડીએ ધમાકેદાર શરૂઆત આપી હતી. મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને સમજદારી પૂર્વક બેટીંગ કરી હતી. બંન્ને વચ્ચે 210 રનની ભાગીદારી થઇ હતી. જ્યા શિખર ધવન 114 રન બનાવીને રન આઉટ થઇ ગયો હતો ત્યા બીજી તરફ રોહિત શર્માએ 111 રન (નોટઆઉટ) બનાવીને ટીમને જીત સુધી પહોચાડી હતી.