loader

Breaking News


Home > National > પાકિસ્તાને ન્યૂક્લિયર બોમ્બ ઈદ માટે નથી સાચવી રાખ્યું : મહેબુબા મુફ્તી


Foto

પાકિસ્તાને ન્યૂક્લિયર બોમ્બ ઈદ માટે નથી સાચવી રાખ્યું : મહેબુબા મુફ્તી

April 22, 2019, 5:37 p.m.
      Whatsapp   

રાજસ્થાનના બાડમેરમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ‘પાકિસ્તાન અવાર-નવાર કહેતું રહે છે કે અમારી પાસે ન્યૂક્લિયર બોમ્બ છે... અમારી પાસે ન્યૂક્લિયર બોમ્બ છે... તો અમારી પાસે શું છે ભાઈ...? અમે શું અમારા ન્યૂકિલયર બોમ્બને દિવાળી માટે સાચવીને રાખ્યું છે? ’ મોદીએ કહ્યું હતું કે, ‘ભારતે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાની નીતિ હવે છોડી દીધી છે.

વડાપ્રધાન મોદીના આ નિવેદન પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી એક વખત પાકિસ્તાનના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘જો ભારતે પોતાનું ન્યૂક્લિયર બોમ્બ દિવાળી માટે નથી રાખ્યું તો શું પાકિસ્તાને પોતાનું ન્યૂક્લિયર બોમ્બ ઈદ માટે સાચવી રાખ્યું છે?’ આ અગાઉ પણ મહેબૂબા મુફ્તી ઘણી વખત પાકિસ્તાનની તરફેણમાં નિવેદનો આપતા આવ્યા છે.