loader

Breaking News


Home > International > પાકિસ્તાનને નુકસાનમાંથી બહાર નિકળવા એક લાખ કરોડની છે જરૂર


Foto

પાકિસ્તાનને નુકસાનમાંથી બહાર નિકળવા એક લાખ કરોડની છે જરૂર

Nov. 6, 2018, 1:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : યુદ્ધની સતત ધમકી આપનાર પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાનાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યુ છે. ઇમરાન ખાનનાં નેતૃત્વમાં પાકિસ્તાન સરકાર ખુબ મુશ્કેલીમાં છે. દુનિયાનાં તમામ દેશો પાસેથી જંગી રકમ લેવામાં આવી હોવા છતાં તેની સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી.



દેશનાં આર્થિક નુકસાનનો આંકડો એટલી હદ સુધી વધી ગયો છે કે આના માટે હવે તેને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ લેવાની ફરજ પડી શકે છે. દરમિયાન વિશ્વ બેંકે પોતાના હેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને પોતાના ચાલુ ખાતાકીય ખાદ્યમાંથી બહાર નિકળવા માટે આશરે એક લાખ ૧૦ હજાર ૩૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકથી અલગ પાકિસ્તાની પ્રતિનિધીઓથી મળ્યા બાદ વિશ્વ બેંકે કહ્યુ હતુ કે બીજા દેશો સાથે કારોબારના મામલે પાકિસ્તાન વિપરિત સ્થિતીમાંથી પસાર થઇ રહ્યુ છે. જો સતત વધી રહેલા નાણાંકીય નુકસાનનાં આંકડાને રોકવામાં નહી આવે તો અર્થવ્યવસ્થા પર જાખમ આવી શકે છે. વર્લ્ડ બેંકનાં કહેવા મુજબ આ જ કારણસર પાકિસ્તાનને વિદેશી દેશોથી આર્થિક મદદથી ખુબ જરૂર છે.