loader

Breaking News


Home > National > પાકિસ્તાને ફરી કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ


Foto

પાકિસ્તાને ફરી કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ

May 18, 2018, 9:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : પાકિસ્તાન હજુ પોતાની હરકતોથી સુધરવાનું નામ નથી લઇ રહ્યું. ગઈકાલે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ વખતે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. અહી થયેલાં ગોળીબારમાં એક જવાન શહીદ થયો છે તેમજ સુરક્ષાકર્મીને ઈજા પહોંચી હતી.

ગોળીબારના પગલે આંતરરાષ્ટ્રીય સરહદનાં ત્રણ કિલોમીટરમાં આવનારી દરેક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે ઘાયલ નાગરિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સુપ્રિટેન્ડેટ આર.એસ. કોટવાલનાં જણાવ્યાં મુજબ ઘાયલ નાગરિકોને પુરતી સારવાર આપવામાં આવી રહી છે અને તેમની સારવારમાં કોઈ કચાશ બાકી નહિ રાખવામાં આવે.