loader

Breaking News


Home > National > પાલઘર પેટાચુંટણી : શિવસેનાએ ભાજપ પર રૂપિયા વહેંચવાનો લગાવ્યો આરોપ


Foto

પાલઘર પેટાચુંટણી : શિવસેનાએ ભાજપ પર રૂપિયા વહેંચવાનો લગાવ્યો આરોપ

May 26, 2018, 2:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારષ્ટ્રમાં પાલઘરમાં લોકસભા બેઠક પર આજે પેટા ચુંટણીનાં પ્રચારનો છેલ્લો દિવસ છે. અહી શિવસેનાએ ભાજપ પર વોટ ખરીદવા તેમજ પૈસા વેચવાનો આરોપ લગાવ્યો છે. શિવસેના આરોપ છે કે ભાજપ ઘેર ઘેર જઈને પૈસાથી ભરેલા કવર વેચી રહી છે. શિવસેનાએ ચુંટણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લલગાવીને ભાજપ ઉમેદવારને ચુંટણીમાંથી હટાવવાની માંગ કરી છે.

પાલઘર લોકસભા પેટા ચુંટણી માટે પહેલી વખત ભાજપ - શિવસેના સામસામે છે. પાલઘર પેટા ચુંટણીની જાહેરાત બાદ અહી ઘણી એવી ઘટનાઓ સર્જાઈ છે કે બંને પક્ષો વચ્ચે વેરઝેરનું પ્રમાણ વધુ ગયું છે. પાલઘરમાં ભાજપ સાંસદ ચિંતામણ વનગાનાં નિધનને કારણે પેટા ચુંટણી યોજાઈ રહી છે.