loader

Breaking News


Home > Gujarat > પાણીપુરીનાં ઠેલા બન્યા બિમારીનું ગઢ, આરોગ્ય વિભાગે દરોડા પાડી બતાવી સચ્ચાઇ


Foto

પાણીપુરીનાં ઠેલા બન્યા બિમારીનું ગઢ, આરોગ્ય વિભાગે દરોડા પાડી બતાવી સચ્ચાઇ

July 30, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતની જનતા દિવસેને દિવસે ફાસ્ટફૂડ તરફ વળી રહી છે. જ્યા લોકો સૌથી વધુ પાણીપુરી ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે પાણીપુરી તમને સૌથી વધુ ખાવી ગમે છે તેને કેવી રીતે બનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગે પાણીપુરી બનાવતા ધંધાદારીઓને પાણીપુરી બનાવતા પકડ્યા ત્યારે સામે આવ્યુ કે જે પાણીપુરી તમે મજાથી ખાવો છો તેનું પાણી અસલમાં કેમિકલથી તૈયાર કરવામાં આવે છે. ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં પાણીપુરીનાં ઘણા ઢેલા લઇને ઉભા રહેલા ધંધાદારીઓ પર આરોગ્ય વિભાગની ટીમે અચાનક શુક્રવારે દરોડા પાડ્યો હતો. જ્યા તેમને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઘણા પાણીપુરીવાળા નજરે ચડ્યા હતા.



એક તરફ વિદેશમાં સ્વાસ્થ્યને લઇને સરકાર અને જનતા ગંભીર છે ત્યારે બીજી તરફ આપણા દેશમાં સ્વાસ્થ્યનો માહોલ જોતા આપણે કેટલા પાછળ છીએ તેનો અંદાજ આવી જાય છે. પાણીપુરીનો ધંધો કરવો એક વાત છે અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે રમવુ બીજી વાત છે. થોડા પૈસાની લાલચમાં ઘણા પાણીપુરીવાળા ખરાબ અને સડી ગયેલા બટાકાનો ઉપયોગ કરી રહ્યા છે જેને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી લોકો સમક્ષ સ્વાસ્થ્યને લઇને જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતનાં જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીને કારણે સામાન્ય લોકોમાં આ વિશે ચર્ચાઓ વધી છે. આરોગ્ય વિભાગની ટીમે જ્યારે અમદાવાદ સહિત રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં પાણીપુરીનાં વિક્રેતાઓ જ્યા પાણીપુરીનું ઉત્પાદન કરતા હોય તે જગ્યાએ દરોડા પાડ્યા ત્યારે તેમને પણ તેમની આંખો પર ભરોશો ન રહે તેવો નજારો નજરે ચડ્યો. સુત્રોનાં જણાવ્યા અનુસાર પાણીપુરીનાં મોટા ભાગનાં વિક્રેતાઓ સડી ગયેલા બટાકા, વાસી ચણા અને દૂષીત પાણીનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહીનો દૌર આવતા સમયમાં પણ જારી રહે તેવી પૂરી સંભાવનાઓ છે.