loader

Breaking News


Home > Gujarat > પરશોતમ સોલંકી - કુંવરજી બાવળિયા કોળી સમાજનાં શક્તિ પ્રદર્શનમાં એક મંચ પર આવે તેવી શક્યતા


Foto

પરશોતમ સોલંકી - કુંવરજી બાવળિયા કોળી સમાજનાં શક્તિ પ્રદર્શનમાં એક મંચ પર આવે તેવી શક્યતા

Feb. 14, 2018, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં બંને મુખ્ય પક્ષો દ્વારા કોળી સમાજને થયેલા અન્યાય સામે વિરોધ કરવા કોળી સમાજે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન રાખ્યું છે. ભાજપમાં મંત્રી પરશોતમ સોલંકી તેમજ કોંગ્રેસમાં કુંવરજી બાવળિયાને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરીને કોળી સમાજે હવે લડી લેવાનું નક્કી કર્યું છે જેનાં અનુસંધાનમાં પરશોતમ સોલંકી અને કુંવરજી બાવળીયા એકમંચ પર આવી શકે છે.

ઉલેખનીય છે કે કોળી સમાજના આગેવાનો દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે, ૬ર લાખથી વધુ કોળી સમાજના મતદારો છે. તેથી ૪૦ થી વધારે એમ.એલ.એ. હોવા જોઈએ પરંતુ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને મેન્ડેટ આપેલા નથી તેથી હાલ કોળી સમાજના ૯ પ્રતિનિધીઓ છે જેથી એક પણ એમ.એલ.એ.ને કેબિનેટમાં સમાવવામાં આવેલ નથી તેમજ બીજી બાજુ એક જ જ્ઞાતિના પ કેબિનેટ મંત્રી અને કેબિનેટ કક્ષાના દસ રાજયમંત્રી નિમાયેલા છે જે સ્પષ્ટ જાતિવાદ છે.

આ જાતિવાદ નાબૂદ કરીને જે જ્ઞાતિઓના મતદારોની વસ્તી હોય તેના પ્રમાણે તે જ્ઞાતિના ધારાસભ્યો રાજયના મંત્રીમંડળ અને જાહેર સેવાના બાર્ડ-નિગમો અને સરકારી પદો ઉપર નિમવામાં આવે અને સમરસ સરકારની રચના કરવામાં આવે તેવી દરખાસ્તને કોળી સમાજે ટેકો આપ્યો છે.