loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં શિક્ષણ માફિયાઓ સામે વાલીઓનો રોષ, રેલી યોજી વિરોધ નોંધાવ્યો


Foto

અમદાવાદમાં શિક્ષણ માફિયાઓ સામે વાલીઓનો રોષ, રેલી યોજી વિરોધ નોંધાવ્યો

April 23, 2018, 1:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શિક્ષણમાં બેફામ ફી વધારાને કારણે ગુજરાતભરના વાલીઓ ત્રાસી ગયા છે. સ્કૂલ સંચાલકો દ્વારા બેફામ રીતે ફી વધારો ઉઘરાવાઈ રહ્યો છે, જેની સામે વાલીઓને પોતાનું કામ છોડીને વિરોધ માટે રસ્તા પર આવવું પડ્યુ છે. અમદાવાદના ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓ ફીના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા વાલીઓએ રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓએ સ્કૂલ દ્વારા કરાયેલા ફી વધારાનો વિરોધ દર્શાવ્યો હતો. ૨૮ હજારની ફી ૩૫ હજાર કરતા વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ રેલીમાં અમદાવાદ બોપલ વાલી મંડળ પણ જાડાયું હતું. ફી રેગ્યુલેશન કમિટીના વિરોધમાં ઘુમા ગામથી બોપર રિંગ રોડ સુધીની રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. વાલીઓએ પોસ્ટર પર સરકારી વિરોધી સૂત્રો લખીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ફી નક્કી કર્યા બાદ પણ વિદ્યાર્થીઓની ફી ઘટવાની જગ્યાએ વધી ગઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો. એક વાલીએ કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી સરકાર વાલીને લૂંટી રહી છે. એક વર્ષથી વાલીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. સરકારને વાલીઓની તકલીફ દેખાઈ નથી રહી.