loader

Breaking News


Home > Gujarat > આજથી વાલીઓ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરુ કરશે, ફી માળખું ના બદલવા સરકારને લખશે પોસ્ટકાર્ડ


Foto

આજથી વાલીઓ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરુ કરશે, ફી માળખું ના બદલવા સરકારને લખશે પોસ્ટકાર્ડ

Feb. 5, 2018, 12:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યનાં વાલીઓ આજથી સરકારને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરુ કરશે. તેઓએ માંગ કરી હતી કે સરકાર હાલનાં ચાલુ ફી માળખામાં કોઈ ફેરફાર નાં કરે.ખાનગી શાળાઓમાં ૧૫, ૨૫ અને ૨૭ હજારની નક્કી કરેલી ફીમાં સરકાર દ્વારા કોઈ ફેરફાર ના થાય તેને અનુલક્ષીને પોસ્ટકાર્ડ લખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શિક્ષણએ વેપારનું ધામ બની ગયું છે. શિક્ષણ દિવસેને દિવસે મોંઘુદાટ થતું જાય છે ત્યારે ગુજરાતનાં યુવક યુવતીઓ અને તેમનાં વાલીઓ ઊંચા ભણતર અને ઊંચા દામથી કંટાળી ગયાં છે.

આ ઉપરાંત ભાજપ સરકારે ફીનું ધોરણ નક્કી કરતાં શાળા સંચાલકોએ સરકાર વિરુદ્ધ જઈને ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં અને ત્યાં પણ તેમને ફટકાર મળતાં તેઓ હવે સુપ્રિમ કોર્ટમાં લડી લેવાનાં મુડમાં હોય તેમ મોંઘાદાટ વકીલ રોકવા તેમજ તમામ પ્રકારનાં ખર્ચા કરવાં છે પણ શાળાઓની ફી ઘટાડવા તૈયાર નથી હવે આ મામલે વાલી મંડળ સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પીટીશન દાખલ કરશે.