loader

Breaking News


Home > Gujarat > મકાન ન મળતા વિકલાંગની રજૂઆત સાંભળવા પરેશ ધાનાણી નીચે બેસી ગયા


Foto

મકાન ન મળતા વિકલાંગની રજૂઆત સાંભળવા પરેશ ધાનાણી નીચે બેસી ગયા

May 9, 2018, 2:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર અનેક લોકો રજૂઆત કરવા આવતા હોય છે પોત પોતાના મત વિસ્તારથી લઈને પોતાના પ્રશ્નો લઈને આશા, ઉમીદથી આવતાં હોય છે પણ તંત્ર અને અધિકારીઓ ન સાંભળતા આખરે સચીવાલય સુધી લાંબા થયા બાદ પણ જા કામ ન થાય ત્યારે વિપક્ષ પાસે જઈને પોતાની અરજીને ધ્યાને લેવા રજૂઆત કરતાં હોય છે.

પ્રાપ્ત માહિતીનુસાર વિજાપુર ખાતે રહેતાં શંકરભાઈ પોતે ૨ વર્ષથી દર દર ઠોકરો ખાઈ રહ્યા છે પોતે વિકલાંગ હોવાથી નાની પાલપા પર બેસીને આવન જાવન કરી શકે તેવી બેરીંગો ફીટ કરીને ગાડી બનાવીને છેકે, વીજાપુરથી ૨ વર્ષથી સરકારી કચેરીઓથી લઈને અગાઉના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યાલય સુધી ધક્કા ખાઈ ચુક્યા છે અને બાદમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેવાદ ફરીવાર ચૂંટણી બાદ પણ વિજયભાઈ રૂપાણી જ મુખ્યમંત્રી રહ્યા છતાં શંકરભાઈ મારવાડીનું કામ ત્યાંને ત્યાં જ રહેલું છે.

જેમાં પ્રાત માહિતીનુસાર તંત્ર એક બીજાને ખો આપે છે. તંત્ર કહે છે કે આ કામ નગરપાલિકામાં આવે છે અને બીજુ તંત્ર આ કામ પાલિકાઓને લાગે છે. ત્યારે અરજદારની છટણી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ અરજદારના સંબંધી મિત્રે એમના મિત્ર પકડીને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પાસે વર્ષોથી પડતા મકાનના કામ માટે લાવ્યા હતા. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આૅફિસમાં પહોંચ્યા બાદ ધાનાણીએ સૌપ્રથમ ઉપર શું કામ મારી આૅફિસમાં આવ્યા ? હું પોતે નીચે આવીને તમને સાંબળીલેત, ત્યાર બાદ તેમણે દિવ્યાંગ પેડે નીચે બેસીને તમામ માહિતી મેળવીને દિવ્યાંગનું કામ થાય તે માટે સુચનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા કર્ણટકમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ત્યાંના એક નેતાએ ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે, મતદાતાઓ ન આવે તો બાંધીને મત નાંખવા લેતા આવો, ત્યારે આ નેતાને ખબર નથી કે, પ્રજા હવે અભણ રહી નથી, કામ કરશો તો જ મત મળશે. બાકી બાવાજીનું ઠુલ્લુ ત્યારે કોંગ્રેસના યુવા નેતા એવા શૈલેષ રબારી પોતે અરજદાર શંકરભાઈ મારવાડીને પોતે હાથ પકડીને હલેસા મારતાં અરજદારને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પાસે લઈ આવ્યા હતા. ત્યારે આ અરજદારે વિપક્ષના નેતા નીચે બેસીને તેમને સાંભળવ્યા અને ભલામણ કરી તેથી ખુશી વધારે હતી ત્યારે શૈલેષ રબારી જેવા પ્રદેશના કાર્યકરે કોંગ્રેસને પ્રજાનાં કામો લાવીને એક કરાવીને બજબૂત કરી રહ્યા છે. ત્યારે આ દાખલો ખરેખર ભાજપે શીખવાની જરૂર હોય તેવું લાગતું હતું.