loader

Breaking News


Home > Gujarat > અમરેલીમાં પરેશ ધાનાણીનો સપાટો, તમામ ૧૧ તાલુકા પંચાયતો પર કોંગ્રેસનું રાજ


Foto

અમરેલીમાં પરેશ ધાનાણીનો સપાટો, તમામ ૧૧ તાલુકા પંચાયતો પર કોંગ્રેસનું રાજ

June 19, 2018, 2:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમરેલી : રરાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાઈ રહી છે તેમાં જીત મેળવવા કોંગ્રેસ - ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ક્યાંક ભાજપે કોંગ્રેસ પાસેથી તો ક્યાંક કોંગ્રેસે ભાજપ પાસેથી પંચાયતો આંચકી લીધી છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણી માટે અમરેલી રાહતનાં સમાચાર આવ્યાં છે. અમરેલીમાં કોંગ્રેસે તમામ ૧૧ તાલુકા પંચાયતો પર પોતાની સત્તા જાળવી રાખી છે તેમજ બે તાલુકા પંચાયતો ભાજપ પાસેથી આંચકી લીધી છે. આમ વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કહતા અર્થમાં અમરેલી જિલ્લાને ભાજપમુક્ત બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જીલ્લામાં બધી જ વિધાનસભાની બેઠકો કોંગ્રેસ પાસે છે.