loader

Breaking News


Home > Gujarat > પરેશ ધાનાણીનો આક્ષેપ, ભાજપનાં ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવા મગફળીના ગોડાઉનમાં આગ લગાડાઈ


Foto

પરેશ ધાનાણીનો આક્ષેપ, ભાજપનાં ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવા મગફળીના ગોડાઉનમાં આગ લગાડાઈ

Feb. 1, 2018, 4:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગોંડલમાં મગફળી ભરેલાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અંગે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપનાં કૌભાંડને છુપાવવા માટે આ આગ લગાડવામાં આવી છે. પરેશ ધાનાણીએ આગની પાછળ ભાજપનો છૂપો દોરીસંચાર છે તેવો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મગફળીની બોરીઓમાં પાક વીમો પકવવા માટે માટી તેમજ અન્ય કચરો બાળવામાં આવ્યો છે.

ગોંડલમાં લાગેલી આગ વિશે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નીમવામાં આવેલ સરકારી નોડલ કંપની દ્વારા ગોડાઉનમાં સૌપ્રથમ તપાસ કરવામાં આવતી હોય છે ત્યારબાદ ગોડાઉનમાં ખેતપેદાશનો સંગ્રહ કરવામાં આવે છે. આ ગોડાઉનમાં સરકારી ધારાધોરણનું પાલન થયું હતું કે નહી તે પણ તપાસનો વિષય છે. આમ પરેશ ધાનાણીએ આ સમગ્ર ઘટનાને ભાજપનો ભ્રષ્ટાચાર છુપાવવાનો કારસો ગણાવ્યો હતો.