loader

Breaking News


Home > Gujarat > પરેશની ભારે રેસ, જી. પં - તા. પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતા અમરેલી જીલ્લો ભાજપ મુક્ત બન્યો


Foto

પરેશની ભારે રેસ, જી. પં - તા. પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતા અમરેલી જીલ્લો ભાજપ મુક્ત બન્યો

June 20, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમરેલી : અમરેલી જીલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી લીધી છે ત્યારે ખરા અર્થમાં અમરેલી જીલ્લો ભાજપ મુક્ત થઇ ગયો છે. અમરેલીમાં કોંગ્રેસે તમામ ૧૧ તાલુકા પંચાયતો પર પોતાની સત્તા જાળવી રાખી છે તેમજ બે તાલુકા પંચાયતો ભાજપ પાસેથી આંચકી લીધી છે.

આ ઉપરાંત ગઈકાલે યોજાયેલ જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસમાંથી બિનહરીફ પ્રમુખ ચૂંટાઈ આવ્યાં હતા. આમ અમરેલી જીલ્લામાં તમામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી લેતા અમરેલી જીલ્લો ભાજપ મુક્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાઈ રહી છે તેમાં જીત મેળવવા કોંગ્રેસ - ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે.