loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ એરપોર્ટ પર ચાલી રહેલી પાર્કિંગ લૂંટ થશે બંધ


Foto

અમદાવાદ એરપોર્ટ પર ચાલી રહેલી પાર્કિંગ લૂંટ થશે બંધ

Nov. 3, 2018, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીને માત્ર લેવા કે મુકવા આવતાં સગાં કે સંબંધીઓને હવે કાર પાર્કિંગનો કોઈ ચાર્જ ચુકવવો પડશે નહીં એટલું જ નહીં તે માટેનાં ટોલબુથ પણ હવે એરપોર્ટ એંન્ટ્રી ગેટથી નીકળી જશે.



ટૂંક સમયમાં જ હવે નાગરિકોને ડેડિકેટેડ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. પ્રવાસીને લઈને આવેલા વાહને માત્ર ડેડિકેટેડ પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરવાનું રહેશે. આ ઉપરાંત જેઓ એરપોર્ટ પર વાહન પાર્ક કરશે તેમણે પણ હવે બહુ જ ઓછો પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. અમદાવાદ એરપોર્ટ પર વાહનો ૧૦ મિનિટથી વધુ વાહન રોકાય તો રૂ. ૮૫નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે મોટા ભાગે ટોલબુથ પર તકરાર થાય છે ૧૦ કે ૧ર મિનિટનાં નિયમ સાથે પ્રવાસીને બુથ સુધી પહોંચતાં ૧ર સેકન્ડ વધુ થાય તો પણ તેણે રૂ. ૮પ ચાર્જ ચૂકવવો પડતો હતો. હેવી ટ્રાફિકનાં કારણે ગાડીઓની લાંબી લાઈનનાં કારણે પ્રવાસીને ઈનટાઈમ એરપોર્ટ પર ઉતાર્યા પછી વાહનચાલકને બુથ સુધી પહોંચવામાં મોડું થઈ જતું હતું. અમદાવાદ એરપોર્ટનાં ડાયરેક્ટર મેજર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, બહુ ટૂંક સમયમાં ડેડિકેટેડ પાર્કિંગ પોલિસી આવશે, જેમાં એરપોર્ટ પર સગાંસંબંધીને માત્ર લેવા કે મુકવા આવતા લોકોએ પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે નહીં, જેના કારણે ટોલબુથ નીકળી જશે.