loader

Breaking News


Home > National > લીન્ચિંગ પર કાયદો બનાવે સંસદ, હિંસાની મંજુરી ના આપી શકે સરકાર : સુપ્રિમ કોર્ટ


Foto

લીન્ચિંગ પર કાયદો બનાવે સંસદ, હિંસાની મંજુરી ના આપી શકે સરકાર : સુપ્રિમ કોર્ટ

July 17, 2018, 11:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગૌરક્ષાનાં નામ પર લીન્ચિંગને લઈને સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ પોતાના હાથમાં કાયદો લઇ નાં શકે.દેશમાં ભીડતંત્રની મંજુરી નાં આપી શકાય. સુપ્રિમ કોર્ટે રાજ્યોને સખ્ત આદેશ આપ્યો છે કે તેઓ સંવિધાન મુજબ કામ કરે. સાથે સાથે રાજ્ય સરકારોને લીન્ચિંગ રોકવા સબંધિત ગાઈડ લાઈનને ચાર અઠવાડિયાની અંદર લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે ગૌરક્ષાનાં નામ પર ભીડની હિંસા પર રોક લગાવવાનાં સબંધમાં દિશાનિર્દેશ બહાર પાડવા માટે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જવાબદારી છે કે તેઓ આ રીતે થઇ રહેલ ભીડ દ્વારા હિંસાને રોકે.