loader

Breaking News


Home > National > સંસદ મોન્સુન સત્ર : આજે રજુ થશે ત્રણ તલાક બિલ


Foto

સંસદ મોન્સુન સત્ર : આજે રજુ થશે ત્રણ તલાક બિલ

Aug. 10, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનાં ઉચ્ચ સદન રાજ્યસભામાં આજે ત્રણ તલાક બીલ રજુ થ્ચ્વા જઈ રહ્યું છે. ગુરુવારે વિપક્ષની માંગણીઓનો સ્વિકાર કરીને કેબિનેટે ત્રણ તલાક વિધેયકમાં સંશોધનને લીલી ઝંડી આપી હતી. ત્રણતલાક બીલ પર યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીની સ્થિતિ બીલને લઈને એકદમ સ્પષ્ટ છે. જો કે ત્યારબાદ તેમણે આગળ કઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં ત્રણ તલાક બીલને લઈને રણનીતિ બનાવવા માટે બેઠક બોલાવી હતી જેમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી અને કેન્દ્રીય મંત્રી અનંત કુમાર ઉપસ્થિત રહ્યાં હતા. વિપક્ષોની માંગને સ્વીકારીને કેબિનેટે ટ્રીપલ તલાક વિધેયકમાં સંશોધનોને મંજુરી આપી દીધી છે. સંસોધન અનુસાર ટ્રીપલ તલાકનાં આરોપી પતિઓને ફક્ત જામીન જ નહિ પરંતુ મેજીસ્ટ્રેટ સમક્ષ સમજુતીનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવશે.