loader

Breaking News


Home > National > સંસદમાં ગુંજ્યો દેવરિયા કાંડ, રાજનાથે કર્યા યોગીનાં વખાણ, સપાએ કર્યો બહિષ્કાર


Foto

સંસદમાં ગુંજ્યો દેવરિયા કાંડ, રાજનાથે કર્યા યોગીનાં વખાણ, સપાએ કર્યો બહિષ્કાર

Aug. 7, 2018, 1:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પહેલા બિહારનાં મુજફ્ફરનગર અને હવે ઉત્તર પ્રદેશનાં દેવરિયામાં સામે આવેલ હોમ શેલ્ટરમાં શોષણ મુદ્દે સમગ્ર દેશ આઘાતમાં છે. નાગરિકો આ ઘટનાની ભારે નિંદા કરી રહ્યાં છે. દેવરિયા મુદ્દે દેશની સંસદમાં આજે આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આ મુદ્દે નિવેદન પણ આપ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે આ વી ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે યોગી સરકારને અભિનંદન કેમ કે તેમણે તાત્કાલિક સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. વધુમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે બાળ સુધાર ગૃહની સંચાલિકાને જેલમાં મોકલવામાં આવી છે તેમજ વરિષ્ઠ અધિકારીઓને કેસની સમગ્ર તપાસ સોંપવામાં આવી છે.

વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જે કોઈ પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે. તેઓએ જણાવ્યું હતું કર બાળ સુધાર ગૃહો માટે દરેક રાજ્યોને માર્ગદર્શિકા મોકલવામાં આવશે જેથી આવી ઘટનાઓ બીજી વખત ના બને.