loader

Breaking News


Home > Gujarat > વિધાનસભા ગૃહનાં અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર


Foto

વિધાનસભા ગૃહનાં અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર

March 23, 2018, 3:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને ૪૦ જેટલા ધારાસભ્યોએ પૂરો ટેકો જાહેર કર્યો હતો. વિધાનસભાના નિયમ-૧૦૩ મુજબ, નોટિસ અપાયાના ૧૪ દિવસ બાદના સાત દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરવી પડે અને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયાના એક સપ્તાહમાં તેની પર ચર્ચા વિધાનસભા ગૃહમાં હાથ ધરાય. બીજીબાજુ, અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા હાથ ના ધરાય તે માટે શાસક પક્ષ ભાજપ દ્વારા બંને પક્ષે બેઠકો અને મંત્રણાનો દોર આરંભાયો છે.

વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર જા આગામી સાત દિવસમાં ચર્ચા હાથ ધરાય તો તે એક ઇતિહાસ બનશે. કારણ કે, વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધી કુલ ૧૭ વખત વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ વિરૂધ્ધ પ્રસ્તાવ રજૂ થઇ ચૂકયા છે પરંતુ હજુ સુધી એક પણ વખત આવી અવિશ્વાસની દરખાસ્ત કે પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરી શકાઇ નથી અને તેથી જ શાસક પક્ષ ભાજપ પણ વિપક્ષની અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા હાથ ના ધરાય તેવું ઇચ્છી રહી છે, તો બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ તેના ત્રણ ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ વર્ષ અને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, તેમાં સસ્પેન્શનનો સમય ઓછો કરવા અથવા તો રદ કરવા સુધીની માંગણી ઉચ્ચારી રહ્યું છે.