loader

Breaking News


Home > Gujarat > લોકસભામાં સંવૈધાનિક રીતે કાનૂન પાસ કરી પાટીદારને આરક્ષણનો હક્ક આપો : હાર્દિક પટેલ


Foto

લોકસભામાં સંવૈધાનિક રીતે કાનૂન પાસ કરી પાટીદારને આરક્ષણનો હક્ક આપો : હાર્દિક પટેલ

Aug. 27, 2018, 4:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર સુપ્રીમો યુવા નેતા હાર્દિક પટેલ ઓ.બી.સી. માં સમાવેશ કરવાની માંગણી માં થોડો બદલાવ કરીને સરકાર સામે આરક્ષણ ની માંગણી માં નવેસર થી સરકારને પોસાય તે રીતનો મુદ્દો બનાવી ભીંસ માં લેતા સરકાર પર આફતના ડુંગર તૂટી પડયા છે. એસ.જી. હાઇવે ગ્રીનવુડ પાર્ક પોતાના બંગલા ના પ્રાંગણ માં અનશંન ના બીજા દિવસે પાસ કંન્વીનરે સ્પષ્ટ ચેતવણી આપી દિધી છે.

હાર્દિકે જણાવ્યું હતું કે પાટીદાર ખેડુતોને સત્તા નો પાવર ઉપયોગ કરીને રોડ - રસ્તા વચ્ચે વાહનોં રોકી ને અનશંન માં સામેલ થતા રોકવાના જેટલા શક્ય હોય તેટલા તમામ પ્રયાસ કરી લે રોકવો હોય તેટલો રોકી લો. સરકાર સુપ્રીમકોર્ટ નું બહાનુ કર્યા વગર વર્તમાન કેન્દ્રની સરકાર ઉચ્ચ ન્યાયલય ના એસ.ટી.એસ.ટી ના કાયદાના ઓર્ડર ને માન્યા વગર સાઇટ લાઇન કરીને લોકસભા રાજયસભા સહિત એસ.સી. એસ.ટી એકટ બીલ નો કાયદો પાસ કરી શકતી હોય તો તેજ તર્ક પર પાટીદાર સમાજ ના હિતો ને ધ્યાન માં રાખી લોકસભા માં આરક્ષણ પાસ કરાવી શકે છે. આરક્ષણ આર્થિક રીતે હોય કે અન્ય રીતે પણ કાનૂની રીતે સંવૈધાનિક માન્યતા મુજબ સસંદમાં પાસ કરીને જોઇએ ઓ.બી.સી . માં આપશે તો પણ વાંધો નથી પણ વારંવાર સંવૈધાનિક રીતે શક્ય નથી તે ન્યાયાલયનું બહાનુ આગળ ધરીને આરક્ષણ આપવા માંગતી નથી તે વાત હવે ભૂલી જાય.