loader

Breaking News


Home > National > ભારત સરકારે રદ કરેલા પાસપોર્ટ પર નિરવ મોદીએ ત્રણ દેશોની યાત્રા કરી : ઇન્ટરપોલ


Foto

ભારત સરકારે રદ કરેલા પાસપોર્ટ પર નિરવ મોદીએ ત્રણ દેશોની યાત્રા કરી : ઇન્ટરપોલ

June 14, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કને ૧૩,૪૦૦ કરોડ રૂપિયાથી વધુ ચૂનો લગાડવાવાળા નિરવ મોદીને લઈને સતત તપાસ ચાલુ છે. ભારત સરકારે તેનો પાસપોર્ટ પણ રદ કરી નાખ્યો છે પરંતુ ઇન્ટરપોલના જણાવ્યા અનુસાર આ પાસપોર્ટની મદદથી તે ત્રણ દેશોની યાત્રા કરી આવ્યો છે અને તે પણ ચાર વખત. ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઇન્ટરપોલે ભારતીય તપાસ એજન્સીઓને આ જાણકારી આપી હતી.

એક અખબારે સુત્રો દ્વારા મળેલી જાણકારીથી બાબત જાહેર કરી હતી. રીપોર્ટ મુજબ 5 જુનના રોજ ઇન્ટરપોલે ભારતીય તપાસ એજન્સીઓને એક પત્ર મોકલ્યો હતો જેમાં એજન્સીએ જણાવ્યું હતું કે ૧૫ માર્ચથી ૩૧ માર્ચ સુધીમાં નિરવ મોદીએ અમેરિકા, બ્રિટન અને હોંગકોંગની યાત્રા કરી હતી. આ તમામ યાત્રાઓ તેણે ભારત સરકારનાં રદ થયેલા પાસપોર્ટ પર કરી હતી.