loader

Breaking News


Home > Gujarat > પાટણ આત્મવિલોપન મુદ્દે હાર્દિક - અલ્પેશ - જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર


Foto

પાટણ આત્મવિલોપન મુદ્દે હાર્દિક - અલ્પેશ - જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર

Feb. 17, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટણ આત્મવિલોપન મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હવે તમામ સમાજે જાગૃત થવાની જરૂર છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મૃતકનાં પરિવાર સાથે અમારી સંપૂર્ણ લાગણી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં આવી ઘટના બને તે શરમજનક વાત છે. ઉદ્યોગપતિઓને રાતોરાત હજારો એકર જમીન મળી જાય ત્યારે દલિતોને એમના હકની જમીનો નથી મળી રહી.

પાટણ આત્મવિલોપન મુદ્દે હવે લોકોનો આક્રોશ મજબુત થતો જાય છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સમગ્ર માંગણીઓ નાં સ્વિકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં નહી આવે. પાટણમાં આત્મવિલોપન કર્યા બાદ એપોલો હોસ્પીટલમાં સારવાર દરમિયાન ભાનુભાઈ વણકરનું મોત થયું હતું. તેઓના દેહનું આજે ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવા માટે લાવવામાં આવેલ છે. જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને પરિવારજનોએ સાંત્વના પાઠવી હતી.