loader

Breaking News


Home > National > પતંજલિ ઉત્પાદન ફરી વિવાદમાં, આગલાં મહિનાની મેન્યુફેક્ચરિંગ ડેટ લખતાં તપાસનાં આદેશ અપાયા


Foto

પતંજલિ ઉત્પાદન ફરી વિવાદમાં, આગલાં મહિનાની મેન્યુફેક્ચરિંગ ડેટ લખતાં તપાસનાં આદેશ અપાયા

May 2, 2018, 11:35 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : યોગગુરુ બાબા રામદેવ અને તેમની પતંજલિ આયુર્વેદ કંપની ફરીથી વિવાદોમાં સપડાઈ છે. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે મેન્યુફેક્ચરિંગ દેત આગલા મહિનાની દર્શાવવામાં આવી છે. માર્ચ મહિનામાં જ બજારમાં એપ્રિલ ૨૦૧૮ ની મેન્યુફેક્ચરિંગ તારીખ વાળા ઉત્પાદન મળી આવ્યાં હતા.

સોશિયલ મીડિયામાં આ પ્રકારનો મેસેજ વાઈરલ થયો છે. આ અગાઉ પણ પતંજલિની અગાઉની મેન્યુફેક્ચરિંગ ડેટ વાળી તસ્વીરો ફેસબુક - વોટ્સએપમાં વાઈરલ થઇ હતી. લોકોએ આ તસ્વીરો સાથે ટ્વીટ કરીને FSSI અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ મોકલી આપી હતી. અ મુદ્દે ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ ઓફ ઇન્ડિયાએ તપાસ નાં આદેશ આપી દીધા છે.

ટ્વીટર યુઝર્સના જણાવ્યા અનુસાર એપ્રિલ 2018 ની ઉત્પાદન તારીખ પતંજલિના આયુર્વેદિક દવા ગિલોય ઘન વાટીના બોક્સ પર માર્ચમાં લખવામાં આવી હતી. આ રીતે, લોકોએ તેના ઉત્પાદન તારીખ સાથે ઉત્પાદનના ફોટો લઈને ફોટાઓ પોસ્ટ કરી હતી જે વાયરલ બની હતી.