loader

Breaking News


Home > Gujarat > પાટીદાર અનામત આંદોલન બનશે તેજ, હાર્દિક પટેલે ૨૫ ઓગષ્ટથી ઉપવાસ પર બેસવા કરી જાહેરાત


Foto

પાટીદાર અનામત આંદોલન બનશે તેજ, હાર્દિક પટેલે ૨૫ ઓગષ્ટથી ઉપવાસ પર બેસવા કરી જાહેરાત

July 9, 2018, 10:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાટીદારોને અનામત નહી મળે ત્યાં સુધી તે અન્ન - જળનો ત્યાગ કરીને આમરણ ઉપવાસ પર બેસશે. હાર્દિક પટેલે ૨૫ ઓગષ્ટથી આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. પાટીદાર શહીદ યાત્રા અમદાવાદમાં પ્રવેશી તેજ દિવસે હાર્દિક પટેલે આ જાહેરાત કરી હતી.

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે આ છેલ્લી અને પહેલી લડાઈ છે. જ્યાં સુધી સરકાર અનામત નહી આપે ત્યાં સુધી હું ઉપવાસ પર બેશીશ તેમજ જીવ જવો હોય તો જાય. આ ઉપરાંત હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં રોજ લોકો આ ઉપવાસમાં જોડાશે તેમજ હજારો લોકો એક દિવસનાં પ્રતિક ઉપવાસ પણ કરશે. આ મુદ્દે દિનેશ બાભણીયાએ જણાવ્યું હતું કે અનામત મુદ્દે હું હાર્દિક પટેલની સાથે છું અને ઉપવાસમાં પણ જોડાઇશ.