loader

Breaking News


Home > Gujarat > પાપી પેટકા સવાલ હૈ, રોડ રસ્તાની પર ફેંકેલી પ્લાસ્ટીકની બોટલો શ્રમજીવીનો રોટલો બન્યા


Foto

પાપી પેટકા સવાલ હૈ, રોડ રસ્તાની પર ફેંકેલી પ્લાસ્ટીકની બોટલો શ્રમજીવીનો રોટલો બન્યા

July 5, 2018, 5:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્ય મંત્રી દરેક ભાષણમાં સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાતના નારા સાથે અનેક પ્રકારના પ્રચાર, પ્રસાર કરીને ગંદકી, કચરો અને સ્વચ્છતા માટે બાર મુકી રહ્યા છે. ત્યારે હમ નહીં સુધરેંગેની જેમ આજે પણ રોડ, રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકવો પીવાના પાણીની ખાલી બોટલ નાંખી દેવી, પ્લાસ્ટીકની કોથળીઓ પર બેઈન હોવા છતાં આજે કોથળીઓ અને કચરાનો જથ્થો મોટા પ્રમાણમાં દેખાતો જાવા મળી રહ્યો છે ત્યારે શ્રમજીવીઓને કચરામાંથી કંચન અને પડેલા કચરામાંથી રોટલો દેખાઈ રહ્યો છે.

ગુજરાતનું કહેવાતું પાટનગરમાંથી તમામ પ્રકારના કાયદાઓ, નિયમો, હુકમો અહીંયાથી જ રીલીઝ થતા હોય છે ત્યારે બાળકોનો કાયદો હોવા છતાં નાના બાળકો રોડ, રસ્તા પર આજેય મજુરી કરી રહ્યા છે. ભાર વગરનું ભણતર અને મોંઘીદાર ભણતર કારણે આજની પેઢી એવા નવયુવાન બાળકો જે આવતી કાલનું ભવિષ્ય છે તે ભણી શકતા નથી રોટી, કપડા ઔર મકાન આ આપણા સંવિધાનમાં લખેલું હોવા છતાં આટલા વર્ષો ભારત દેશ આઝાદ થયા પછી પણ આપી શક્યા નથી ત્યારે આવતું કાલનું ભવિષ્ય આ બાળકો શું આજ મજુરી કરશે ?

ગાંધીનગરના તમામ માર્ગો ઉપર સવારથી ત્રણ પૈંડાવાળી સાયકલ લઈને ચાર જેટલા બાળકો નીકળી પડે છે. ત્યારે આ બાળકો બંને બપાજુ રોડમાં ચાલતાં ચાલતાં પ્લાસ્ટીકની બોટલો, કચરોથી લઈને પ્લાસ્ટીક ચીજ વસ્તુઓ ભેગી કરીને સાંજે ભંગારીયાને ત્યાં પહોંચે એટલે ૫૦ રપરડી હાથમાં ાવ્યા બાદ સાંજનો રટોલ ખાઈ શકતા હોય છે. આજે તમામ ગાંધીનગરના મુખ્યમાર્ગો અને ઈન્ટરનલ સેક્ટરોના રોડ પર પ્લાસ્ટીક દેખાતું ન હોવાનું કારણ આ શ્રમજીવીઓ છે. ખરેખર આ લોકોને સરકારે એવોર્ડ આપવો જાઈએ, તસ્વીરમાં સવારથી જ ઘરની બહાર નીકળીને સાંજ સુધી રોડ પર પડેલા કચરાને એકઠા કરીને કચરામાંથી કંચન હોય તેમ આ શ્રમજીવીને પોતાનો રોટલો દેખાય છે. ત્યારે આ પાટનગમાં મંત્રીઓ, આઈએએસ, આઈપીએસ, રોડ રસ્તા પરથઈ નીકળતા હોવા છતાં આ બાળકો પર કોઈની નજર જતી નથી, સચિવાલયની ગેટની બહાર મુકેલા કચરાના કંન્ટેનરોમાંથી પ્લાસ્ટીક વીણીને પોતાનું પેટીયું શ્રમજીવી બાળકો રળી રહ્યા છે.